પ્રભાસની ઇચ્છા છે કે તે જ્યારે પણ લગ્ન કરશે તો તિરુપતિમાં કરશે

પ્રભાસ
પ્રભાસની ઇચ્છા છે કે તે જ્યારે પણ લગ્ન કરશે તો તિરુપતિમાં કરશે. તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂને રિલીઝ થવાની છે. એ અગાઉ હાલમાં જ પ્રભાસ તિરુપતિમાં બાલાજી ભગવાનનાં દર્શને ગયો હતો. બાલાજી ભગવાન પ્રત્યે તેને અતૂટ શ્રદ્ધા છે. આ જ કારણ છે કે પોતાના જીવનના મહત્ત્વના તબક્કાની શરૂઆત ત્યાંથી કરવાનો તેણે નિર્ણય લીધો છે. તેને લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું હતું. એનો જવાબ આપતાં પ્રભાસે કહ્યું કે હું જ્યારે પણ લગ્ન કરીશ તો તિરુપતિમાં કરીશ.