કેટલાક તો મસ્તીમાં પણ ડાન્સ કરતા હોય છે. પણ કેટલાક એવા પણ ડાન્સર હોય છે જે ભીડમાં બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઈ જાય છે. એક છોકરીનો આવો જ ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તેણે એકે-એક સ્ટેપ જબરજસ્ત કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર
લગ્ન પ્રસંગમાં ડાન્સ, ગીત પાર્ટી આ બધું તો ખાસ થતું હોય છે. પરિવાર અને મિત્રો લગ્નના આનંદમાં મોજથી નાચતા હોય છે. કેટલાક તો મસ્તીમાં પણ ડાન્સ કરતા હોય છે. પણ કેટલાક એવા પણ ડાન્સર હોય છે જે ભીડમાં બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ થઈ જાય છે. એક છોકરીનો આવો જ ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તેણે એકે-એક સ્ટેપ જબરજસ્ત કર્યો છે. તેનો તનતોડ ડાન્સ લોકો એકીટસે જોઈ રહ્યા હતા અને તેના ડાન્સ વખાણ કરવાથી પોતાને અટકાવી શકતા નહોતા.
ઈન્સ્ટાગ્રામ natalia.calling પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં એક છોકરી લગ્ન સમારોહમાં એક જબરજસ્ત ડાન્સ કર્યો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ફિલ્મ `રામલીલા`ના ગીત `અંગ લગા દે રે` પર છોકરીએ જબરજસ્ત ડાન્સ મૂવ્સ કર્યા કે જોઈને તમારા પરસેવા પડી જશે. વીડિયોને 1.50 લાખથી વધારે લાઈક્સ મળ્યા છે.
View this post on Instagram
`દીપિકા`ના ગીત પર તેને જ ટક્કર આપી આ છોકરી
ડાન્સ વીડિયોના કૅપ્શન પ્રમાણે, ડાન્સ કરતી છોકરીની બહેને આ વીડિયોને શૅર કર્યો કારણકે તે પોતાની બહેન અને તેના ડાન્સથી ખૂબ જ પ્રેમ કરે છે અને માને છે કે તેની બહેન ખૂબ જ ટેલેન્ટેડ છે. ખરેખર `અંગ લગા દે રે` ગીત પર જેવી છોકરીએ પહેલો સ્ટેપ શરૂ કર્યો લોકોની આંખો ખુલ્લી રહી ગઈ. કોઈક પ્રૉફેશનલ ડાન્સરની જેમ તેણે એક પછી એક સ્ટેપ આગળ વધાર્યો, જે ખરેખર વખાણવા જેવો હતો. વીડિયો જોઈને કોઈપણ સરળતાથી કહી શકે કે આ છોકરી જબરજસ્ત ડાન્સર છે અને લગ્નના ફંકશનમાં ડાન્સ કરીને તેણે જાણે સોનામાં સુગંધ ભેળવી.
આ પણ વાંચો : મૂનવૉકર બઝ એલ્ડ્રિને ૯૩મા જન્મદિવસે લગ્ન કર્યાં
છોકરીના જબરજસ્ત ડાન્સ મૂવ્સે લોકોને બનાવ્યા આભા
સોશિયલ મીડિયા યૂઝર્સને છોકરીનો આ ડાન્સ ખૂબ જ ગમ્યો છે. ઘણાં લોકોએ તેને દીપિકા પાદુકોણ કરતા પણ સારી ડાન્સર તરીકે ઓળખાવી છે. તો એક યૂઝરે કહ્યું કે, ટૂંક સમયમાં જ આ વીડિયો પણ પાકિસ્તાની વાયરલ ગર્લ આયશાના ડાન્સ વીડિયોની જેમ જ વાયરલ થઈ જશે. તો કેટલાક યૂઝર્સ એવા પણ છે જે માને છે કે તે છોકરીનો ડાન્સ જબરજસ્ત છે. પણ આ ગીતની પસંદગી પારિવારિક સમારોહ માટે યોગ્ય નથી. તેમ છતાં લોકોએ આ વીડિયો અને છોકરીના ટેલેન્ટના વખાણ કર્યા છે અને ઘણો પ્રેમ આપ્યો છે.