Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રોજેક્ટ પસંદ કરવાની સલાહ લોકો પાસેથી લેવાનું બંધ કર્યું છે : હુમા કુરેશી

પ્રોજેક્ટ પસંદ કરવાની સલાહ લોકો પાસેથી લેવાનું બંધ કર્યું છે : હુમા કુરેશી

17 November, 2022 03:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હુમા કુરેશી મોનિકા, ઓ માય ડાર્લિંગ’માં જોવા મળી રહી છે

હુમા કુરેશી

હુમા કુરેશી


હુમા કુરેશીનું કહેવું છે કે કયો પ્રોજેક્ટ પસંદ કરવો એની સલાહ તેણે લોકો પાસેથી લેવાનું બંધ કર્યું છે. તે પોતાના અંતરાત્માની પ્રેરણાથી પ્રોજેક્ટ પસંદ કરે છે. તેણે જણાવ્યું કે ૨૦૨૨નું વર્ષ તેના માટે સારું નીવડ્યું છે. લોકોની સલાહને અવગણવાની વાત કરતાં હુમાએ કહ્યું કે ‘મારા માટે આ ખૂબ સારું વર્ષ રહ્યું છે. મારી કરીઅરના એક તબક્કામાં મેં પ્રોજેક્ટની પસંદગીને લઈને લોકોની સલાહ લેવાનું જ બંધ કરી દીધું હતું અને હું મારા અંતરાત્માના અવાજને અનુસરું છું. એ જે કહે છે એ કરવા હું સહમત થાઉં છું. લોકોનો પ્રેમ અને સફળતા મને વિશ્વાસ અપાવે છે કે હું મારી એક્સાઇટિંગ જર્ની તરફ આગળ વધી રહી છું.’

તેના પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’માં જોવા મળી રહી છે. વેબ-સિરીઝ ‘મહારાની 2’માં તે મુખ્ય પ્રધાનના રોલમાં જોવા મળી હતી. તો હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડબલ XL’માં તે પ્લસ સાઇઝ મહિલાના રોલમાં દેખાઈ હતી. વિવિધ કૅરૅક્ટર્સને લઈને હુમાએ કહ્યું કે ‘વર્તમાન સમયમાં દરેક ઍક્ટર વિવિધ ભૂમિકા ભજવવાની શોધમાં હોય છે. ખરેખર તો દરેક કલાકાર માટે આ જરૂરી પણ છે, જેથી તેઓ એક જ કામ કરીને કંટાળી ન જાય. ‘મહારાની’ની બીજી સીઝનમાં મારું કૅરૅક્ટર ખૂબ સ્ટ્રૉન્ગ હતું. તે ખૂબ આત્મવિશ્વાસુ હતી અને પોતાના કામમાં પણ તે કમ્ફર્ટેબલ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 03:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK