તેની ‘ઝ્વિગાટો’ આજે રિલીઝ થઈ રહી છે

કપિલ શર્મા
કપિલ શર્માનું કહેવું છે કે તે પૈસા માટે ફિલ્મો નથી કરતો. તેની ‘ઝ્વિગાટો’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ તેને નવ ફિલ્મોની ઑફર મળી હતી, પરંતુ તેણે દરેક ઠુકરાવી દીધી હતી. આ વિશે વાત કરતાં કપિલે કહ્યું કે ‘મારી ‘ઝ્વિગાટો’નું ટ્રેલર રિલીઝ થયા બાદ મને નવ ફિલ્મોની ઑફર મળી હતી. દરેક ફિલ્મ સિરિયસ હતી, પરંતુ એ ફિલ્મોના રાઇટર્સ સિરિયસ નહોતા એ મને દેખાઈ આવ્યું હતું. હું ભગવાનનો આભારી છું કે હું ફક્ત સારું કામ કરી રહ્યો છું અને મારા કમ્ફર્ટ ઝોનમાં રહીને કમાણી પણ કરી રહ્યો છું. જો મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી નીકળવું હોય તો એ માટે મને સારી સ્ક્રિપ્ટની જરૂર પડે છે. મારા દિલને સ્પર્શી જાય એવી જ ફિલ્મો મારે કરવી છે. મારા માટે એ મારી પ્રાયોરિટી છે અને હંમેશાં રહેશે. મારે ફક્ત પૈસા કમાવા માટે ફિલ્મો નથી કરવી, હું ઘણું કમાઉં છું. હું ખૂબ જ પૈસાદાર છું.’