દીપિકા પાદુકોણને અન્ય દેશમાં જઈને તેમની રીતભાત અપનાવવાની જરૂર નથી લાગતી.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને અન્ય દેશમાં જઈને તેમની રીતભાત અપનાવવાની જરૂર નથી લાગતી. તેને દેશમાં રહીને પોતાની સંસ્કૃતિ સાથે ખૂબ લગાવ છે. હાલમાં તે ‘જવાન’માં છવાઈ ગઈ છે. દીપિકાએ ‘XXX ઃ રિટર્ન ઑફ જેન્ડર કૅજ’ દ્વારા હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. અન્ય દેશમાં જવાની કોઈ ઇચ્છા નથી એવું જણાવતાં દીપિકા પાદુકોણે કહ્યું કે ‘અક વ્યક્તિ તરીકે ગ્લોબલી કામ કરવાની મારી ઇચ્છા છે. જોકે એ મને અદ્ભુત અને અજબ પણ લાગે છે કે આપણે હંમેશાં આપણી ઓળખ અને જે દેશના છીએ એને લઈને અપોલૉજેટિક રહીએ છીએ. એને કારણે આપણને ભરપાઈ કરવાની રહે છે. મને નથી લાગતું કે મારે અન્ય દેશમાં જવાની અને તેમની જેમ વાતચીત કરવાની જરૂર છે. જોકે હું અહીં નિરાંતે ઊંઘી શકું છું એ વિચારીને કે હું મારી પરંપરા અને મારી શરતો પ્રમાણે કામ કરું છું.’