સફેદ રંગના સ્નીકર્સ અને ઑફ-વાઇટ રંગની કૅપથી પોતાના લુકને આકર્ષક બનાવ્યો હતો. હૃતિક અને સબાએ ફોટોગ્રાફર્સને જોઈને તેમની સામે સ્માઇલ કરીને પોઝ પણ આપ્યો હતો.
હૃતિક અને ગર્લફ્રેન્ડ સબા
હૃતિક રોશન હાલમાં તેની આગામી ફિલ્મ ‘વૉર 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે આમ છતાં તે ગર્લફ્રેન્ડ સબા આઝાદ માટે સમય કાઢી જ લે છે. હાલમાં હૃતિક અને સબા જુહુના PVR થિયેટરની બહાર મૂવી-ડેટ પછી જોવા મળ્યાં. આ સમયે બન્ને રિલૅક્સ્ડ મૂડમાં જોવા મળ્યાં હતાં. આ સમયે હૃતિક હંમેશની જેમ સ્ટાઇલિશ અને સિમ્પલ લુકમાં હતો. તેણે ગ્રે રંગના ટ્રૅક પૅન્ટ સાથે મૅચિંગ ટી-શર્ટ અને જૅકેટ પહેર્યાં હતાં. સાથે જ તેણે ગ્રીન કૅપથી પોતાના લુકને કમ્પ્લીટ કર્યો હતો. હૃતિક સાથે જોવા મળેલી તેની ગર્લફ્રેન્ડ સબાએ પણ સિમ્પલ આઉટફિટ પહેર્યું હતું. તેણે સફેદ રંગના ટી-શર્ટ સાથે ગ્રે રંગનું લૂઝ પૅન્ટ પહેર્યું હતું. તેણે સફેદ રંગના સ્નીકર્સ અને ઑફ-વાઇટ રંગની કૅપથી પોતાના લુકને આકર્ષક બનાવ્યો હતો. હૃતિક અને સબાએ ફોટોગ્રાફર્સને જોઈને તેમની સામે સ્માઇલ કરીને પોઝ પણ આપ્યો હતો.


