અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શૅર કર્યો હતો. જે ફિલ્મથી કમ નહોતો

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા
અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લાંબા સમયથી ચર્ચામાં જોવા મળે છે. તાજેતરમાં જ આ કપલે સાત ફેરા ફર્યા હતા. અને એક નવા જ જીવનની શરૂઆત કરી હતી. તેમના લગ્ન પર આખા વિશ્વની નજર હતી.
અભિનેત્રી પરિણીતી ચોપરાના બ્રાઈડલ લૂકને જોવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે બાદ અભિનેત્રીએ પોતાના લગ્નની તસવીરો ફેન્સ માટે શૅર કરી હતી. હવે તેણે તેના ચાહકોને એક ખાસ પોસ્ટ શૅર કરી હતી.
ADVERTISEMENT
હાલમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોએ તેમના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જનમાવ્યો છે. આ કોઈ સિમ્પલ વીડિયો નથી પરંતુ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો વીડિયો છે.
શૅર કરવામાં આવેલા આ વીડિયો આ કપલના લગ્નના તે દિવસની કેટલીક ખાસ ક્ષણોને વર્ણવે છે. લગ્નની ખાસ ક્ષણો આ વીડિયોમાં કેદ કરવામાં આવી છે. જાન આવવાથી લઈને એક્ટ્રેસની એન્ટ્રી અને પછી પરિણીતી અને રાઘવ (Raghav Chadha)નો રોમાંસ આ બધું જ આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વીડિયો અન્ય કોઈ ફિલ્મ કરતા ઓછો નથી લાગતો. આમાં આ કપલ વચ્ચેની લાગણી જોવા મળી રહી છે.
પરિણીતી ચોપરા તેના લગ્નમાં કેટલી ઉત્સાહિત હતી તે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી છાની રીતે તેના વર રાજાને જોઈ રહી હતી. તે જ સમયે રાઘવની આંખો પણ માત્ર પરિણીતી ચોપરાને જ જોઈ રહી હતી.
View this post on Instagram
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પરિણીતીએ ખૂબ જ ફિલ્મી શૈલીમાં પ્રવેશ કર્યો હતો અને લગ્નની વિધિઓ કરતી વખતે ખુશીથી સાત ફેરા લીધા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે અભિનેત્રીના ચહેરા સ્મિત દેખાઈ રહ્યું છે. આ જ સ્મિતે તેના ચાહકોનું દિલ જીતી લીધું હતું. આ સાથે જ બહેનના લગ્નમાં એક ભાઈને રડતો જોઈને ચાહકોનું પણ દિલ તૂટી ગયું હતું.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની ખાસિયત એ છે કે આમાં સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગી રહ્યું છે. વાસ્તવમાં પરિણીતી ચોપરાએ પોતે ગીત ગાઈને તેના વર રાજાને ભેટ આપી હતી. બેકગ્રાઉન્ડમાં જે અવાજ સંભળાઈ રહ્યો છે તે અવાજ બીજા કોઈનો નહીં પણ પરિણીતીનો છે. હવે ચાહકો આ વીડિયો અને ગીત બંનેને પસંદ કરી રહ્યા છે. આ વીડિયો શૅર કરતી વખતે અભિનેત્રીએ લખ્યું હતું કે, `મારા પતિ માટે… મેં ગાયેલું સૌથી મહત્વનું ગીત… તુમ્હારી ઓર ચલના, બારાત સે છિપના… યે શબ્દ ગાના..’ હવે આ વીડિયો જોયા બાદ ચાહકો પણ આ કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે.

