પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ રવિવારે ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા. તેમનાં લગ્ન પર સૌની નજર હતી
ફાઇલ તસવીર
પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ રવિવારે ઉદયપુરમાં સાત ફેરા લીધા હતા. તેમનાં લગ્ન પર સૌની નજર હતી. સૌકોઈ આ નવપરિણીત યુગલને જોવા માટે આતુર હતા. લગ્નનો ફોટો પરિણીતીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. લગ્નમાં સલામતી વ્યવસ્થા પણ સખત રાખવામાં આવી હતી. રાઘવ બારાત લઈને બોટ પર ગયો હતો. લોકોનો આભાર માનતાં એક નોટ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પરિણીતીએ લખ્યું કે ‘રાઘવ અને હું દિલથી લોકોનો આભાર માનવા માગીએ છીએ. અમારા પર જે પ્રેમ અને શુભેચ્છાઓ વરસાવવામાં આવી છે એ માટે અતિશય ખુશ છીએ. દરેકના મેસેજને પર્સનલી રિપ્લાય આપવાનો સમય નથી મળી રહ્યો (તમે સમજી શકો છો લાઇફ ખૂબ બિઝી છે). અમે ખૂબ ખુશ થઈને સૌના મેસેજિસ વાંચી રહ્યાં છીએ. અમે અમારી લાઇફની સુંદર જર્નીની શરૂઆત કરી છે. તમે બધા અમારી પડખે ઊભા રહ્યા એ અમારા માટે ખૂબ અગત્યનું છે. તમારો પ્રેમ અને આશીર્વાદ ખરા અર્થમાં કીમતી છે અને એ માટે અમે સૌનો આભાર માનીએ છીએ. લવ પરિણીતી અને રાઘવ.’
લગ્નમાં શગુન તરીકે માત્ર ૧૧ રૂપિયાની પરવાનગી હતી
ADVERTISEMENT
પરિણીતી ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ લગ્ન વખતે ગિફ્ટ્સ લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સાથે જ શગુન તરીકે તેમણે માત્ર ૧૧ રૂપિયા જ સ્વીકાર્યા હતા. હિન્દુ લગ્નની પ્રથા પ્રમાણે દુલ્હનનાં સગાંસંબંધીઓ દુલ્હાના રિલેટિવ્સને ગિફ્ટ્સ અને કૅશ આપે છે એને મિલની કહેવાય છે. જોકે પરિણીતી અને રાઘવે આ ભેટસોગાદ લેવાની ના પાડી દીધી હતી. આમ છતાં તેમણે લોકોને માન આપતાં માત્ર ૧૧ રૂપિયા જ આપવા માટે કહ્યું હતું.

