બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લોકો તેમના વેડિંગ લૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. સેલેબ્સની લગ્નની તો કોઈ તસવીર સામે આવી નથી, પરંતુ રિસેપ્શનની એક તસવીર ખુબ જ વાયરલ થઈ રહી છે.
તસવીર સૌજન્ય: ફેન પેજ ઈન્સ્ટાગ્રામ
Ragneeti Wedding: બૉલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સાત જન્મો સુધી એકબીજાનો હાથ પકડીને જીવનભર સાથે ચાલવાનું વચન લઈ લીધું છે. ઉદયપુરના લીલા પેલેસમાં આયોજિત લગ્નની પ્રથમ તસવીરોની દરેક જણ રાહ જોઈ રહ્યા હતા. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની લગ્ન પછીની પહેલી તસવીર સામે આવી છે.
લગ્ન પછી મિસ્ટર અને મિસિસ ચઢ્ઢાની પહેલી તસવીર સામે આવી
ADVERTISEMENT
આ તસવીરમાં મિસ્ટર અને મિસિસ ચઢ્ઢા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. પરિણીતી સિંદૂર, હાથમાં બંગડીઓ અને ગુલાબી સાડીમાં નવી દુલ્હનના રૂપમાં સોહામણી દેખાઈ છે, જ્યારે રાઘવ ચઢ્ઢા પણ બ્લેક સૂટમાં ડેશિંગ દેખાઈ રહ્યા છે.
આ તસવીર 24 સપ્ટેમ્બરની સાંજે યોજાયેલા રિસેપ્શનની છે, જેને પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ફેન પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. કેપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ તસવીર રિસેપ્શનની છે. લગ્ન પછી આ કપલની પહેલી ઝલક મળતાં જ આ તસવીર વાયરલ થઈ ગઈ છે.
નોંધનીય છે કે લગ્ન રવિવારે ઉદયપુરના લીલા પેલેસમાં થયા હતા. 22 સપ્ટેમ્બરે મહેંદી સેરેમની સાથે લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. 23મી સપ્ટેમ્બરે હલ્દી અને સૂફી નાઈટમાં બઘાએ ખુબ જ મજા માણી હતી.સિંગર નવરાજ હંસ સંગીત સેરેમનીમાં પહોંચ્યા હતા અને તેમણે સોશિયલ મીડિયા પર તેની પહેલી ઝલક પણ બતાવી હતી. જોકે, ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કર્યાના થોડા સમય બાદ તેણે તેને ડિલીટ કરી દીધી હતી. આ દરમિયાન આ તસવીર થોડીવારમાં વાયરલ થઈ ગઈ.
View this post on Instagram
રિસેપ્શનમાં પરિણીતીના સંબંધીઓ સહિત બોલિવૂડના કેટલાક નજીકના લોકોએ હાજરી આપી હતી. તે જ સમયે, આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના નજીકના મિત્રો પણ આ લગ્ન સમારોહમાં સામેલ થયાં હતા. પંજાબના સીએમ ભગવંત માન સિંહ અને અરવિંદ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ કપલને અભિનંદન આપવા પહોંચ્યા હતા.
લગ્નની પ્રથમ તસવીરની હજુ રાહ જોવાઈ રહી છે. પરંતુ લગ્નમાં સામેલ થયેલા મહેમાનોએ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. પરિણીતી ચોપરાની મિત્ર સાનિયા મિર્ઝા તેની બહેન સાથે ઈવેન્ટમાં પહોંચી હતી. તેણે પોતાની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
એવા અહેવાલો છે કે કપલ 25 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલા હાઉસમાં થઈ હતી. આ સગાઈમાં બંનેના નજીકના લોકો હાજર રહ્યા હતા.પરીની બહેન પ્રિયંકા ચોપરાએ પણ સગાઈમાં હાજરી આપી હતી પરંતુ લગ્નમાં હાજરી આપી નહોતી. પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા દ્વારા આ કપલને લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે.

