ગોવિંદાના પરિવારનો માહોલ હંમેશાથી કળાથી ભરપૂર રહ્યો. એવામાં જ્યારે પણ તેને ડાન્સના શોખ વિશે પૂછવામાં આવે તો તે હંમેશાં કહેતા કે મને શોખ ઘણી વસ્તુઓનો છે પણ હું ડાન્સ બધાથી સારો કરું છું.
ગોવિંદા (યોગેન શાહ)
ગોવિંદાના (Govinda) પરિવારનો ફિલ્મો સાથે ઊંડો નાતો છે. તેમના પિતા અને માતા બન્ને ફિલ્મોમાં એક્ટર રહી ચૂક્યાં છે. આ સિવાય ગોવિંદાના ભાઈ એક્ટિંગ સ્કૂલમાં ભણાવતા હતા. એવામાં ગોવિંદાના પરિવારનો માહોલ હંમેશાથી કળાથી ભરપૂર રહ્યો. એવામાં જ્યારે પણ તેને ડાન્સના શોખ વિશે પૂછવામાં આવે તો તે હંમેશાં કહેતા કે મને શોખ ઘણી વસ્તુઓનો છે પણ હું ડાન્સ બધાથી સારું કરું છું.
ફિલ્મોની ઑફર
195-86નો તે સમય હતો જ્યારે ગોવિંદાની પૉપ્યુલારિટી એટલી બધી વધી ગઈ હતી કે તેમને એક સાથે 70 ફિલ્મો મળી ગઈ હતી. એવામાં જ્યારે તેમને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે હા એ હકિકત છે પણ તેમાંથી કેટલીક ફિલ્મો શરૂ થતા પહેલા જ બંધ થઈ ગઈ.
ADVERTISEMENT
કેટલીક ફિલ્મોમાં તારીખને લઈને ઇશ્યૂ હતો. એવામાં તે સમયમાં ગોવિંદા એક દિવસમાં ત્રણથી ચાર અલગ અલગ ફિલ્મોનું શૂટ એકસાથે કર્યું હતું.
નથી કરી પ્લાનિંગ
ગોવિંદાને એકાએક મળેલી સફળતાને લઈને જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે તો તે કહે છે કે હું ખુશીમાં ન તો વધારે ખુશ રહું છું ન તો દુઃખમાં વધારે દુઃખી કારણકે મને ખબર છે કે જે આજે છે તે કાલે નથી અને જે કાલે છે તે પરમદિવસે નહીં હોય.
સમય બદલાતો રહે છે. એક સમય હતો જ્યારે પિતા પાસે ઘર હતું બંગલો હતો એક્ટિંગમાં સારું કરિઅર હતું પણ પછી બધું ગાયબ અને હવે ફરી અમે મુંબઈમાં છીએ.
આ પણ વાંચો : Kuttey Trailer: `સબકે સબ કુત્તે હૈ સાલે!` આવું કહ્યું અર્જુન કપૂરે, જુઓ
ગાડીઓનો શોખ
ગોવિંદા ભલે પોતાનું ભવિષ્ય પ્લાન કરીને ન ચાલતા હોય પણ તેમને સારા કપડાંનો ખૂબ જ શોખ છે અને આ સિવાય તે કહે છે કે 8-10 ગાડીઓ તો હોવી જ જોઈએ.
આ પણ વાંચો : અભિનેત્રી Gauhar Khan બનવાની છે માતા, યુનિક અંદાજમાં આપી ખુશખબરી, જુઓ પોસ્ટ
જણાવવાનું કે ગોવિંદાને જીપનો ખૂબ જ શોખ છે. એકવાર તેમને લગ્નને લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો તે તેમણે કહ્યું કે હાલ મારી પાસે તેમને આપવા માટે સમય નથી. તે એક આશા સાથે આવશે એવામાં હું તેમની આશાઓ તોડવા નથી માગતો.


