રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
રિતેશ દેશમુખની પત્ની જેનેલિયા ડિસોઝાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે પોતાના પતિની લાંબી આયુ માટે વટસાવિત્રીની પૂજા કરતી જોવા મળી રહી છે. પરિણીત મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે મંગળવારે વટસાવિત્રી વ્રત કર્યું હતું. પરિણીત હિન્દુ મહિલાઓ પોતાના પતિઓની લાંબી આયુ માટે આ વ્રત રાખે છે. જેનેલિયાએ પણ અન્ય મહિલાઓની જેમ વટપૂર્ણિમાના દિવસે પોતાના પતિ રિતેશ દેશમુખ માટે સંપૂર્ણ વિધિ-વિધાનથી આ પૂજા કરી હતી.
જેનેલિયા આ વિડિયોમાં સલવાર-સૂટમાં જોવા મળી રહી છે તેમ જ તે વટસાવિત્રીની પૂજા કરતી અને વડના ઝાડની આસપાસ દોરો લપેટતી દેખાઈ રહી છે. જેનેલિયાનો આ વિડિયો રિતેશ દેશમુખે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યો હતો. રિતેશે તે વિડિયો શૅર કરતાં જેનેલિયાને ટૅગ કરીને લખ્યું છે, ‘મારી પ્યારી પત્ની જેનેલિયા, મારા જીવનમાં તને મેળવીને હું ખરેખર ધન્ય થયો છું. તું મારો સહારો છે, તું મારી તાકાત છે, મારી હિંમત છે, મારું જીવન છે, આઇ લવ યુ.’


