રિતેશ દેશમુખની વાઇફ જેનિલિયા દેશમુખ પ્રેગ્નન્ટ હોવાની અફવા ફેલાઈ હતી.

રિતેશ દેશમુખ અને વાઇફ જેનિલિયા
રિતેશ દેશમુખની વાઇફ જેનિલિયા દેશમુખ પ્રેગ્નન્ટ હોવાની અફવા ફેલાઈ હતી. એવામાં એ અફવાને રિતેશે ફગાવી કાઢી છે. રિતેશ અને જેનિલિયાને હાલમાં જ સાથે જોવામાં આવ્યાં હતાં. જેનિલિયાએ બ્લુ ડ્રેસ પહેર્યો હતો અને લોકોને તેનો બેબી-બમ્પ પણ દેખાયો હતો. એથી તે પ્રેગ્નન્ટ છે એવી ચર્ચા સોશ્યલ મીડિયામાં શરૂ થઈ ગઈ હતી. લોકોને સવાલ થવા માંડ્યો કે શું જેનિલિયા પ્રેગ્નન્ટ છે? રિતેશ અને જેનિલિયાનાં લગ્ન ૨૦૧૨માં થયાં હતાં. તેમને બે દીકરાઓ છે. હવે જેનિલિયાની પ્રેગ્નન્સીની અફવા પર વિરામ મૂકતાં ઇન્સ્ટાસ્ટોરી પર રિતેશે લખ્યું કે ‘જોકે હજી બે-ત્રણ બાળકો થાય તો મને કોઈ વાંધો નથી, પરંતુ આ અફવા પાયાવિહોણી છે.’
રજનીકાન્તની ૧૭૧મી ફિલ્મને ડિરેક્ટ કરશે લોકેશ કનગરાજ
સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તની આગામી ૧૭૧મી ફિલ્મને લોકેશ કનગરાજ ડિરેક્ટ કરશે. ફિલ્મને સન પિક્ચર્સ પ્રોડ્યુસ કરશે. ફિલ્મને હાલપૂરતું ‘થલાઇવર 171’ ટાઇટલ આપવામાં આવ્યું છે. રજનીકાન્તની એક મહિના પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જેલર’ ખૂબ ધમાલ મચાવી રહી છે. તેમના ચાહકો તેમની ફિલ્મો પાછળ ઘેલા હોય છે. તેમની દરેક ફિલ્મને તેમના ફૅન્સ વધાવી લે છે. આ ફિલ્મની જાહેરાત કરતાં એક્સ પર લોકેશ કનગરાજે પોસ્ટ કર્યું કે ‘થલાઇવર રજનીકાન્ત સરની આગામી ફિલ્મ ‘થલાઇવર 171’ માટે હાથ મિલાવીને એક્સાઇટેડ છું.’
મીટિંગ વિથ અ પ્રાઇમ મિનિસ્ટર રજનીકાન્ત હાલમાં મલેશિયામાં છે અને તેમણે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર સાથે મીટિંગ કરી હતી. રજનીકાન્તનું મલેશિયામાં ખૂબ જ મોટું ફૅન-ફૉલોઇંગ છે. મલેશિયાના પ્રાઇમ મિનિસ્ટર અનવર ઇબ્રાહિમ સાથેની તેમની મીટિંગનો ફોટો પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ દ્વારા શૅર કરવામાં આવ્યો હતો.
આઝાદીનું પર્વ મનાવવા આવતા વર્ષે આવશે ‘પુષ્પા : ધ રૂલ’
અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ની સીક્વલની તેના ફૅન્સ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે ‘પુષ્પા : ધ રૂલ’ની રિલીઝની તારીખની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે ૧૫ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ ઘણા સમય અગાઉ શરૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હિન્દી સહિત અન્ય ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ જ્યારે રિલીઝ થઈ ત્યારે બૉક્સ-ઑફિસ પર તોફાન મચાવી દીધું હતું.
લોકો આ ફિલ્મનાં ગીતો અને એનાં સિગ્નેચર સ્ટેપ્સના ફૅન્સ બની ગયા હતા. ફિલ્મના પુષ્પારાજના લોકો દીવાના બની ગયા હતા. આ ફિલ્મ માટે અલ્લુ અર્જુનને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. હવે એ જ જાદુ આવતા વર્ષે કદાચ ‘પુષ્પા : ધ રૂલ’ દ્વારા ફરીથી જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મને સુકુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ જોવા મળશે. નૅશનલ અવૉર્ડ વિજેતા મ્યુઝિક કમ્પોઝર દેવી શ્રી પ્રસાદનું એમાં સંગીત સાંભળવા મળશે.