Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની 'ટોટલ ધમાલ' ફિલ્મે કરી આટલી કમાણી

અજય દેવગનની 'ટોટલ ધમાલ' ફિલ્મે કરી આટલી કમાણી

24 February, 2019 02:20 PM IST |

અજય દેવગનની 'ટોટલ ધમાલ' ફિલ્મે કરી આટલી કમાણી

ફિલ્મ ટોટલ ધમાલ

ફિલ્મ ટોટલ ધમાલ


બોક્સ ઑફિસ પર અજય દેવગનની ફિલ્મ ટોટલ ધમાલ જોરદાર ધમાલ મચાવી રહી છે. પુલાવામા આતંકી હુમલાના 8 દિવસ બાદ રિલીઝ થયેલી ફિલ્મે જોરદાર ઓપનિંગ લીધા બાદ બીજા દિવસે જબરદસ્ત ઉછાળો કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મે બીજા દિવસે 20 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે.

ઈન્દ્ર કુમાર નિર્દેશિત ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. ધમાલ સીરીઝની આ ત્રીજી ફિલ્મે 16.50 કરોડ રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે કર્યુ છે જે આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ છે. 2019ની સૌથી મોટી ઓપનિંગનો રેકોર્ડ રણવીર સિંહની ગલી બોયના નામે છે, જેણે 19.40 કરોડ રૂપિયાનું કલેક્શન પહેલા દિવસે કર્યો હતો. ટોટલ ધમાલના આંકડાઓમાં બીજા દિવસે 5%નો ઉછાળો આવ્યો છે. અને ફિલ્મના કલેક્શન્સ 20.40 કરોડ રહ્યા. એટલે બે દિવસમાં ટોટલ ધમાલની કમાણી 36.90 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. ત્રીજા દિવસે એટલે રવિવારે પણ કલેક્શન્સમાં આ વધારો થવાની સંભાવના છે. ઓપનિંગ વીકેન્ડમાં ટોટલ ધમાલ 50 કરોડ રૂપિયાનો પડાવ દરેક હાલમાં પાર કરી લેશે. 



આ પણ વાંચો : ગલી બૉયના સિદ્ધાંત ચતુર્વેદીની ઍક્ટિંગના કાયલ થયા બિગ બી


ટોટલ ધમાલ એક મલ્ટીસ્ટારર કૉમેડી ફ્રેન્ચાઈઝી છે. રિતેશ દેશમુખ, અર્શદ વારસી અને જાવેદ જાફરી ફિલ્મનો શરૂથી હિસ્સો રહ્યો છે, જ્યારે અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, બોમન ઈરાની, પિતાબાશ અને જોની લિવર ત્રીજા પાર્ટમાં જોડાયા છે. ફિલ્મને લઈને બોક્સ ઑફિસ પર ભલે જ જોશ હોય, પરંતુ ક્રિટિક્સની ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી છ્. વધારે આ સીરીઝને સૌથી કમજોર ફિલ્મ બતાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2019 02:20 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK