Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રિયદર્શને ડિવૉર્સના દાયકા પછી ભૂતપૂર્વ પત્ની સાથે જ શરૂ કર્યું સહજીવન

પ્રિયદર્શને ડિવૉર્સના દાયકા પછી ભૂતપૂર્વ પત્ની સાથે જ શરૂ કર્યું સહજીવન

Published : 24 March, 2026 09:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પણ લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી‍

પ્રિયદર્શન અને લિસીના સંબંધોની નવેસરથી શરૂઆત કરાવવામાં દીકરી કલ્યાણી અને દીકરા સિદ્ધાર્થનો ખાસ ફાળો છે

પ્રિયદર્શન અને લિસીના સંબંધોની નવેસરથી શરૂઆત કરાવવામાં દીકરી કલ્યાણી અને દીકરા સિદ્ધાર્થનો ખાસ ફાળો છે


જાણીતા ફિલ્મમેકર પ્રિયદર્શને ડિવૉર્સના લગભગ એક દાયકા પછી ભૂતપૂર્વ પત્ની ઍક્ટ્રેસ લિસી સાથે ફરી સહજીવન શરૂ કર્યું છે. પ્રિયદર્શન અને લિસીએ ૧૯૯૦ની ૧૩ ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં અને ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં તેઓ ૨૬ વર્ષના લગ્નજીવન પછી અલગ થઈ ગયાં હતાં. આ વર્ષે જાન્યુઆરીમાં બન્નેએ મલયાલમ ડિરેક્ટર સિબી મલયિલના દીકરાનાં લગ્નમાં સાથે હાજરી આપી હતી. એ પછી ૧૬ માર્ચે લિસીએ સોશ્યલ મીડિયા પર પોતાની, પ્રિયદર્શન અને સુપરસ્ટાર મામુટી સાથેની તસવીર શૅર કરી હતી. આ રીતે બન્નેએ પોતાના નવેસરથી શરૂ થયેલા સંબંધનો સત્તાવાર સ્વીકાર કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે પ્રિયદર્શન અને લિસીના સંબંધોની નવેસરથી શરૂઆત કરાવવામાં દીકરી કલ્યાણી અને દીકરા સિદ્ધાર્થનો ખાસ ફાળો છે. જોકે પ્રિયદર્શન અને લિસીએ સાથે રહેવાનો નિર્ણય કર્યો હોવા છતાં તેમનો ફરીથી લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. તેઓ માને છે કે લગ્ન માત્ર એક સર્ટિફિકેટ છે; જ્યારે મિત્રતા, સાથ અને પ્રેમ વધુ મહત્ત્વ ધરાવે છે. પ્રિયદર્શને પણ આ વાતનો સ્વીકાર કરતાં કહ્યું હતું કે લગ્નના સર્ટિફિકેટ વગર અમે હવે ફરીથી સાથે જીવન જીવી રહ્યાં છીએ.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK