શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાએ મંગળવારે ન્યુ યૉર્કમાં યોજાયેલા મેટ ગાલા 2025માં હાજરી આપી હતી અને પછી ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. ફૅશનની દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ તરીકે ઓળખાતી મેટ ગાલા 2025માં હાજરી આપી હતી.
૨૦૦૭માં શાહરુખ સાથે પ્રિયંકા અને પ્રિયંકાનો મેટ ગાલા 2025નો લુક
શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપડાએ મંગળવારે ન્યુ યૉર્કમાં યોજાયેલા મેટ ગાલા 2025માં હાજરી આપી હતી અને પછી ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા. ફૅશનની દુનિયાની સૌથી મોટી ઇવેન્ટ તરીકે ઓળખાતી મેટ ગાલા 2025માં હાજરી આપતી વખતે પ્રિયંકાએ બ્લૅક ડૉટવાળો રેટ્રો લુક આપતો વાઇટ ડિઝાઇનર ડ્રેસ પહેરવાનું પસંદ કર્યું હતું, જ્યારે શાહરુખે ડિઝાઇનર સબ્યસાચીએ ડિઝાઇન કરેલું બ્લૅક આઉટફિટ પહેરવાનું પસંદ કર્યું હતું.
શાહરુખે આ વર્ષે આ ઇવેન્ટમાં હાજરી આપનાર ફર્સ્ટ ઇન્ડિયન મેલ ઍક્ટરનું બહુમાન મેળવ્યું છે જ્યારે પ્રિયંકાએ પાંચમી વખત મેટ ગાલામાં હાજરી આપી છે. શાહરુખ અને પ્રિયંકાની ભૂતકાળની રોમૅન્ટિક રિલેશનશિપને કારણે આ જોડી પર બધાની નજર હતી. શાહરુખ અને પ્રિયંકા પોતપોતાની રીતે આ ઇવેન્ટમાં આવ્યાં હતાં છતાં તેમના લુકનું તેમના ભૂતકાળ સાથેનું કનેક્શન ઊડીને આંખે વળગ્યું હતું.
શાહરુખ અને પ્રિયંકાએ ૨૦૦૬માં ‘ડૉન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને એ સમયે ડૉન-રોમાની કેમિસ્ટ્રી રીલ લાઇફની સાથોસાથ રિયલ લાઇફમાં પણ જામી હતી. એ પછી ૨૦૦૭માં તેમણે દિલ્હીમાં એક પોલો મૅચમાં હાજરી આપી હતી અને એ સમયે પ્રિયંકા અને શાહરુખે જે કપડાં પહેર્યાં હતાં એની સાથે તેમના મેટ ગાલા 2025ના ડિઝાઇનર આઉટફિટ ગજબનું સામ્ય ધરાવતાં હતાં. આને કારણે શાહરુખ અને પ્રિયંકાના મેટ ગાલા 2025નાં વસ્ત્રો તરત હાઇલાઇટ થયાં હતાં અને સોશ્યલ મીડિયામાં તેમના ડ્રેસ કોઈ કોડ-લૅન્ગ્વેજ તો નથીને એવી ચર્ચા શરૂ થઈ હતી.

