આભાર વ્યક્ત કરતાં ઓડિશાના રહેવાસીએ દુકાનનું નામ રાખ્યું સોનુ સૂદ
રહેવાસીએ દુકાનનું નામ રાખ્યું સોનુ સૂદ
લૉકડાઉનમાં પોતાના ઘરે પહોંચાડવા માટે સોનુ સૂદનો આભાર માનતાં ઓડિશામાં રહેતા એક માણસે પોતાની દુકાનને સોનુ સૂદનું નામ આપ્યું છે. લૉકડાઉન હોવાથી વાહનવ્યવહાર પણ બંધ હતો. એવામાં પ્રવાસી મજદૂરોને પોતાના ઘરે સહીસલામત પહોંચાડવાની કામગીરી સોનુ સૂદે કરી હતી. વેલ્ડિંગની એ દુકાનની નેમ પ્લેટ પર તેણે સોનુ સૂદનો ફોટો લગાવ્યો છે. એ ફોટોને ટ્વિટર પર શૅર કરીને સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘આ સૌથી મોટી બ્રૅન્ડ છે જેને હું એન્ડોર્સ કરી રહ્યો છું. આશા રાખું છું મારા ભાઈ તું ધનવાન ઑન્ટ્રપ્રનર બની જઈશ.’