Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટાઇગરને મળવા મુંબઇની બહાર હતો છતાં એ જ દિવસે ઘરે આવવાની કોશિશ કરતો:જૅકી

ટાઇગરને મળવા મુંબઇની બહાર હતો છતાં એ જ દિવસે ઘરે આવવાની કોશિશ કરતો:જૅકી

08 October, 2020 11:25 PM IST | Mumbai
Mumbai Correspondent

ટાઇગરને મળવા મુંબઇની બહાર હતો છતાં એ જ દિવસે ઘરે આવવાની કોશિશ કરતો:જૅકી

જૅકી શ્રૉફ

જૅકી શ્રૉફ


જૅકી શ્રોફનું કહેવું છે કે તેઓ મુંબઈની બહાર પણ શૂટિંગ કરતા હોય તો પણ એ જ દિવસે ઘરે પહોંચી જવાની કોશિશ કરતા જેથી તેઓ તેમના દીકરા ટાઇગર શ્રોફને મળી શકે. જૅકી શ્રોફની સાથે શક્તિ કપૂર અને ગોવિંદા પણ હવે ઝીટીવી પર આવતા શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં જોવા મળશે. આ શોમાં ટાઇગર પણ એક વિડિયો દ્વારા તેના પપ્પા વિશે વાત કરતો જોવા મળશે. શોના સ્પર્ધક રનીતા, આર્યનંદા અને તનિષ્કા દ્વારા આઇકૉનિક ગીત ‘તન્હા તન્હા યહાં પે જીના’ ગાયું હતું. આ પર્ફોર્મન્સ બાદ જૂના દિવસોને યાદ કરતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘તમને જ્યારે બાળક હોય ત્યારે તેમની સાથે સમય પસાર કરવાનું એક અલગ જ એક્સાઇટમેન્ટ હોય છે. હું ચેન્નઈ, બૅન્ગલોર અને દિલ્હી ગમે ત્યાં પણ શૂટિંગ કરતો હોઉં ત્યારે જો સાંજની કોઈ ફ્લાઇટ હોય તો હું એ પકડી લેતો હતો જેથી હું એ જ દિવસે મારાં બાળકો અને ફૅમિલીને મળી શકું. મારું શેડ્યુલ હેક્ટિક રહેતું હતું, પરંતુ એક બાપની ડ્યુટી સમજીને અને મારાં બાળકોને મળવાની ખુશી સમજીને હું એ ટ્રાવેલ કરતો હતો. મને જોઈને મારા ખૂબ જ સારા મિત્ર અનિલ કપૂરને પણ તેની પત્નીએ એવું કરવાનું કહ્યું હતું. અમારા માટે આ ખૂબ જ સારી મેમરીઝ બની ગઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2020 11:25 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK