ઈશા નહોતી જાણતી કે REJCTXને ગોલ્ડી બહલે ડિરેક્ટ કરી હતી
ઇશા ગુપ્તા
ઈશા ગુપ્તાને જાણ નહોતી કે ‘REJCTX’ને ગોલ્ડી બહલે ડિરેક્ટ કરી હતી. ‘REJCTX 2’માં ઈશા પોલીસના રોલમાં જોવા મળવાની છે. આ શોમાં સુમીત વ્યાસ, અનીશા વિક્ટર, રિદ્ધિ ખાકર, પૂજા શેટ્ટી અને આયુષ ખુરાના જોવા મળશે. ‘REJCTX’ વિશે ઈશાએ કહ્યું હતું કે ‘મેં આ શોની પહેલી સીઝન એક દર્શક તરીકે જોઈ હતી. હું એને જોવામાં ખૂબ તલ્લીન બની ગઈ હતી. મેં કદી પણ એ જાણવાનો પ્રયાસ ન કર્યો કે એના ડિરેક્ટર કોણ છે. શોમાં કૉલેજના ઘણાબધા સ્ટુડન્ટ્સ હતા, તેમની દુનિયા અને તેમના પ્રોફેસર સાથેના સંબંધોને દેખાડવામાં આવ્યા હતા. ગોલ્ડીએ જ્યારે શોની સેકન્ડ સીઝન માટે મને કૉલ કર્યો ત્યારે મેં તેમને સૉરી કહીને જણાવ્યું કે હું નહોતી જાણતી કે તમે આ શો બનાવ્યો હતો. તેમણે તરત જ કહ્યું શું? તેં એ જાણવાની પણ તસ્દી ન લીધી કે શોના મેકર કોણ છે? બાદમાં અમે બન્ને હસવા લાગ્યાં હતાં.’