Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહરુખ ખાનને મળવા તેના ઘરે પહોંચ્યા અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી, શૅર કરી તસવીર

શાહરુખ ખાનને મળવા તેના ઘરે પહોંચ્યા અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી, શૅર કરી તસવીર

17 May, 2023 07:32 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી (American Ambassador Eric Garcetti) હાલ ભારતમાં છે. મંગળવારે તેઓ બૉલિવૂડ અભિનેતા(Bollywood Actor) શાહરુખ ખાનને (Shah Rukh Khan) મળવા તેના ઘરે મન્નત પહોંચ્યા.

તસવીર સૌજન્ય (એરિક ગાર્સેટીનું ટ્વિટર અકાઉન્ટ)

તસવીર સૌજન્ય (એરિક ગાર્સેટીનું ટ્વિટર અકાઉન્ટ)


અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી (American Ambassador Eric Garcetti) હાલ ભારતમાં છે. મંગળવારે તેઓ બૉલિવૂડ અભિનેતા(Bollywood Actor) શાહરુખ ખાનને (Shah Rukh Khan) મળવા તેના ઘરે મન્નત પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન બન્નેએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય વિશ્વમાં પડેલા બૉલિવૂડના પ્રભાવ મામલે પણ ચર્ચા કરી. એરિક ગાર્સેટીએ પોતે આ વાતની માહિતી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વિટર પર તસવીરો સાથે એક નોટ શૅર કરીને આપી. તેમણે એક ટ્વીટ કરીને શાહરુખ ખાન સાથે પોતાની કેટલીક તસવીરો શૅર કરી છે. જેની સાથે તેમણે એક નોટ પણ લખી છે. શું લખ્યું તે જાણો અહીં...

શાહરુખ ખાનને મળ્યા અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટી
એરિક ગાર્સેટીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, "આ મારા બૉલિવૂડ ડેબ્યૂનો સમય છે? સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે તેમના નિવાસસ્થાન મન્નતમાં શાનદાર વાતચીત થઈ, મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે હજી વધારે માહિતી મેળવવા જાણવા અને વિશ્વભરમાં હૉલિવૂડ અને બૉલિવૂડના વિશાળ સાંસ્કૃતિક પ્રભાવ પર ચર્ચા કરી." જણાવવાનું કે, શાહરુખ ખાન સાથે મુલાકાત સિવાય એરિક ગાર્સેટીએ સાબરમતી આશ્રમ પણ પહોંચ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી. આ દરમિયાન તેમણે ચરખો પણ કાંત્યો.




આ પણ જુઓ : U.S. Ambassador Eric Garcettiએ લીધી મુંબઈ અને અમદાવાદની મુલાકાત


નોંધનીય છે કે શાહરુખ ખાનને મળવા તેમના ઘરે અનેક વિદેશી મહેમાનો પહોંચે છે. તો શાહરુખ ખાન પણ પોતાના ઘરે આવેલા મહેમાનોની આગતા-સ્વાગતા કરે છે. વાત કરીએ વર્કફ્રન્ટની તો શાહરુખ ખાન છેલ્લે પઠાણમાં જોવા મળ્યો હતો. હવે તે ટૂંક સમયમાં જ જવાનમાં જોવા મળશે. પઠાણની સફળતા બાદ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2023 07:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK