Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Updates: ધનુષ હવે શ્રીલીલા સાથે જમાવશે જોડી

Entertainment Updates: ધનુષ હવે શ્રીલીલા સાથે જમાવશે જોડી

Published : 03 February, 2026 09:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Entertainment Updates:

ધનુષ અને શ્રીલીલાની ફાઇલ તસવીર

ધનુષ અને શ્રીલીલાની ફાઇલ તસવીર


ધનુષે તાજેતરમાં પોતાની કરીઅરની પંચાવનમી ફિલ્મનું એલાન કર્યું છે. ફિલ્મના નિર્માતાઓએ આ ફિલ્મની સ્ટારકાસ્ટની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં ધનુષ અને શ્રીલીલા પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. હાલમાં ફિલ્મની પ્રોડક્શન-કંપનીએ  સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે કે ‘તમે આની આશા નહીં રાખી હોય. સુંદર અભિનેત્રી શ્રીલીલાનું સ્વાગત છે.’ આ સાથે ધનુષ, શ્રીલીલા અને ફિલ્મની ટીમની કેટલીક તસવીરો પણ શૅર કરવામાં આવી છે. આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની છે.

વેલકમ ટુ ધ જંગલ રિલીઝ થશે ૨૬ જૂને




અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને લીડ રોલમાં ચમકાવતી કૉમેડી-ડ્રામા ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ની રિલીઝ-તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ ફિલ્મ ૨૬ જૂને થિયેટરમાં રિલીઝ થશે.
‘વેલકમ ટુ ધ જંગલ’ એ વેલકમ ફ્રૅન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ સિરીઝની પહેલી ફિલ્મ ૨૦૦૭માં આવી હતી અને એને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બીજી ફિલ્મ ‘વેલકમ બૅક’ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. ‘વેલકમ ટુ ધ જંગલ’માં કુલ ૩૦ સ્ટાર્સ જોવા મળશે. ફિલ્મમાં જૅકી શ્રોફ, રવીના ટંડન, દિશા પાટની, જૅકલિન ફર્નાન્ડિસ, અર્શદ વારસી તેમ જ પરેશ રાવલ મુખ્ય છે.

સુભાષ ઘઈના ઘરે જૅકી શ્રોફે ઊજવી ૬૯મી વર્ષગાંઠ, સલમાન ખાન પણ રહ્યો હાજર


પહેલી ફેબ્રુઆરીએ જૅકી શ્રોફની ૬૯મી વર્ષગાંઠ હતી અને તેણે આ દિવસની ઉજવણી ફિલ્મમેકર સુભાષ ઘઈના નિવાસસ્થાને કરી હતી. આ પાર્ટીનું આયોજન સુભાષ ઘઈની પત્ની મુક્તા ઘઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં જૅકી શ્રોફ સાથે રૉનિત રૉય, રૂમી જાફરી, પૂનમ ઢિલ્લોં અને મીનાક્ષી શેષાદ્રિ જોવા મળ્યાં હતાં. આ પાર્ટીની તસવીરોમાં સલમાન ખાન પણ જોવા મળે છે. આ પાર્ટી પછી સુભાષ ઘઈએ પોતાની પત્ની મુક્તા ઘઈની ખુલ્લા દિલે પ્રશંસા કરતાં જણાવ્યું કે તેણે જૅકી શ્રોફના ખાસ મિત્રોને ઘરે આમંત્રણ આપીને આ જન્મદિવસને યાદગાર બનાવી દીધો.

નાગિનનો જાદુ હવે મોટા પડદા સુધી લઈ જવાનું પ્લાનિંગ

એકતા કપૂરે ૨૦૧૫માં ટીવી-શો ‘નાગિન’ સાથે દર્શકોનો પરિચય સુપરનૅચરલ ફિક્શન સાથે કરાવ્યો હતો. આ શોમાં મૌની રૉય અને અદા ખાન લીડ રોલમાં હતાં અને રૂપ બદલતા સાપની વાર્તા હિટ સાબિત થઈ હતી. છેલ્લાં ૧૧ વર્ષમાં આ શો સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય રહ્યો છે અને એની લેટેસ્ટ સાતમી સીઝન પણ હાલમાં ટીવી પર નંબર વન છે. હવે રિપોર્ટ છે કે મેકર્સ આ ફ્રૅન્ચાઇઝીને મોટા પડદે લાવવાની યોજના બનાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બાલાજી ટેલિફિલ્મ્સ આ ફ્રૅન્ચાઇઝીને ટીવીથી આગળ વધારીને સિનેમા સુધી લઈ જવા માગે છે અને એકતા કપૂર પણ આ પ્રોજેક્ટને મોટા પડદે બદલવા માટે ઉત્સાહી છે. જોકે હમણાં આ યોજના હજી પ્રારંભિક તબક્કામાં છે અને એના પર કામ ચાલી રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2026 09:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK