દુનિયામાં અન્ય કેટલીક જગ્યાએ સમુદ્રમાં વાઇન રાખવાના પ્રયોગ થયા છે, પરંતુ ચિલીમાં પહેલી વાર આ પ્રયોગ થઈ રહ્યો છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
વાઇન જેટલો જૂનો એટલો વધુ અરોમાવાળો બને છે. જોકે વાઇનને જૂનો કરવો એટલે કે એની એજિંગ પ્રોસેસ માટે એને ક્યાં રાખવામાં આવે છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. પહેલાં ચિલીમાં વાઇનના એજિંગ માટે એને જમીનમાં દાટીને રાખવામાં આવતો, પરંતુ હવે અહીં અનોખો પ્રયોગ શરૂ થયો છે. એ છે સમુદ્રની અંદર વાઇન એજિંગ સેલર બનાવવાનો. સમુદ્રના તળિયે જ્યાં આખું વર્ષ લગભગ ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાય છે અને પ્રેશર ખૂબ જ નેગેટિવ હોય છે જે વાઇને સારી રીતે પકવે છે. અહીં અજવાળું પણ લગભગ નહીંવત્ હોય છે જેને કારણે ગુફા જેવો માહોલ રચાય છે. ચિલીની વાઇન કંપનીઓનું કહેવું છે કે સમુદ્રના પેટાળમાં બૉટલોને આઠ મહિનાથી એક વર્ષ સુધી રાખવામાં આવે છે એને કારણે વાઇનની બૉટલોની આજુબાજુ કૅલ્શિયમની માટી જામી જાય છે. આ માટી બાટલીઓને સ્થિર રાખવાનું કામ કરે છે. દુનિયામાં અન્ય કેટલીક જગ્યાએ સમુદ્રમાં વાઇન રાખવાના પ્રયોગ થયા છે, પરંતુ ચિલીમાં પહેલી વાર આ પ્રયોગ થઈ રહ્યો છે.


