`Dunki` Drop 4: આજે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જે રાજકુમાર હિરાનીની સુંદર દુનિયાની ઝલક આપે છે. આ ફિલ્મ 21 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે.
‘ડંકી: ડ્રોપ 4’ ટ્રેલર રીલીઝ
‘ડંકી: ડ્રોપ 4’ (Dunki Drop 4) દ્વારા પ્રેક્ષકોને જે ફિલ્મની આતુરતા છે તેની ઝલક મળી છે. આ ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર હિરાની દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં દરેકના દિલોમાં રાજ કરનાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) જોવા મળશે અને તાપસી પન્નુ, બોમન ઈરાની, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ આ ફિલ્મમાં તેની સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળવાના છે.
આજે `ડંકી ડ્રોપ 4` (Dunki Drop 4) રિલીઝ કરવામાં આવ્યું છે, જે રાજકુમાર હિરાનીની સુંદર દુનિયાની ઝલક આપે છે. આ વિડિયોમાં શાહરુખ ખાન દ્વારા ભજવવામાં આવેલા હાર્ડીથી શરૂ કરીને પ્રેમાળ પાત્રોનો પરિચય આપવામાં આવ્યો છે. તે પંજાબના એક સુંદર ગામમાં પહોંચે છે અને મનુ, સુખી, બગ્ગુ અને બલ્લી નામના મિત્રોના ઉત્સાહી જૂથને મળે છે.
ADVERTISEMENT
આ આકહી કહાની રસપ્રદ છે. જેમાં તમામ પ્રકારની લાગણીઓને જાણે એક ફ્રેમમાં કેદ કરવામાં આવી જ ન હોય. આ કહાની ચાર મિત્રોની અનોખી સફરનો એક ભાગ છે. આ એક એવો પ્રવાસ છે જેમાં પડકારો અને જીવન બદલાવનારા અનુભવો રજૂ કરવામાં આવ્યા છે.
આજે 5 ડિસેમ્બરે `ડંકી ડ્રોપ 4` (Dunki Drop 4) રિલીઝ થયું છે, જે 1995ની વાર્તાથી શરૂ થાય છે. ટ્રેલરમાં રાજકુમાર હિરાનીની સુંદર દુનિયાની ખાસ ઝલક આપવામાં આવી છે. ટ્રેનના દ્રશ્યો સાથે શાહરૂખની પહેલી જ ઝલક તમને તેની ફિલ્મ `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે`ની યાદ અપાવશે. ફિલ્મની શરૂઆત ખૂબ જ શાનદાર થઈ છે.
સોશિયલ મીડિયા પર ટ્રેલર શૅર કરતાં શાહરૂખ ખાને લખ્યું હતું કે, "મેં આ સ્ટોરી લલ્ટુ સાથે શરૂ કરી છે! હું તેને પૂરી પણ કરીશ ઉલ્લુ દે પઠઠા સાથે.... ડંકીનું ટ્રેલર તમને એક એવી સફર બતાવશે જે રાજુએ સર સાથે શરૂ થઈ હતી. તે તમને મિત્રતાની ઉન્મત્ત સફર, જીવનની કોમેડી અને ટ્રેજડી અને ઘર અને પરિવાર માટે નોસ્ટાલ્જીયા પર લઈ જશે."
‘ડંકી’ માત્ર એક ફિલ્મ નથી, અનુભવોની કહાની છે
‘ડંકી` (Dunki Drop 4) એ માત્ર એક ફિલ્મ નથી. તે વિશ્વભરના પ્રેક્ષકોના હૃદય પર અમીટ છાપ છોડશે જ. આ ફિલ્મમાં સપનાઓ, મિત્રતા ખીલી ઉઠી છે. Jio સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને રાજકુમાર હિરાણી ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત ડંકીનું નિર્માણ રાજકુમાર હિરાણી અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. અભિજાત જોશી, રાજકુમાર હિરાણી અને કનિકા ધિલ્લોન દ્વારા લખાયેલી આ ફિલ્મ 21 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. અગાઉ તો નિર્માતાઓએ આ ફિલ્મને ભારતમાં 22 ડિસેમ્બરે રિલીઝ કરવાની યોજના બનાવી હતી, જેમાં પ્રભાસ અને પ્રશાંત નીલની `સલાર: પાર્ટ વન - સીઝફાયર` સાથે સીધી ટક્કર થાય એમ હતું. પરંતુ હવે `ડંકી` હવે `સાલાર`ના એક દિવસ પહેલા રિલીઝ થવાની છે.


