સંજય દત્ત, મૌની રૉય અને પલક તિવારીની આ ફિલ્મમાં એક ભૂતની વાર્તા દર્શાવવામાં આવી છે
ફિલ્મના પોસ્ટર્સની ઝલક
સ્પેશ્યલ આૅપ્સ 2
આ સિરીઝમાં કે. કે. મેનન રૉના એજન્ટ હિંમત સિંહના રોલમાં જોવા મળશે. આ સીઝન સાઇબર-આતંકવાદ પર આધારિત છે જેમાં હિંમત સિંહ અને તેની ટીમ ડિજિટલ યુગના ખતરાઓનો સામનો કરે છે. આ સિરીઝમાં વિનય પાઠક, કરણ ટૅકર, પ્રકાશ રાજ, તાહિર રાજ ભસીન અને સૈયમી ખેર જેવાં સ્ટાર્સ કામ કરી રહ્યાં છે. ૧૮ જુલાઈથી જોવા મળશે જિયો હૉટસ્ટાર પર.
ADVERTISEMENT
ધ ભૂતની
સંજય દત્ત, મૌની રૉય અને પલક તિવારીની આ ફિલ્મમાં એક ભૂતની વાર્તા દર્શાવવામાં આવી છે જે દર વૅલેન્ટાઇન ડે પર ‘વર્જિન ટ્રી’માંથી બહાર આવે છે. આ સંજોગોમાં હૉસ્ટેલના છોકરાઓ આ ભૂતથી છુટકારો મેળવવા માટે એક ખાસ વ્યક્તિની મદદ લે છે. આ ફિલ્મ હૉરર અને કૉમેડીનું મિશ્રણ છે. ૧૮ જુલાઈથી ઝીફાઇવ પર જોવા મળશે.
કુબેરા
આ ફિલ્મમાં ધનુષ, નાગાર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ હવે થિયેટર્સમાંથી ઊતરીને OTT પ્લૅટફૉર્મ પર આવી રહી છે. આ ફિલ્મ ૨૦ જૂને થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને હવે એ ૧૮ જુલાઈથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે.

