Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વૅનકુવરમાં ઇતિહાસ રચ્યો દિલજિત દોસંજે

વૅનકુવરમાં ઇતિહાસ રચ્યો દિલજિત દોસંજે

29 April, 2024 06:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિદેશમાં પહેલો પંજાબી પર્ફોર્મર બન્યો જેની કૉન્સર્ટમાં ૫૪,૦૦૦થી વધુ લોકોએ આપી હાજરી : ફ્રન્ટ રોની સીટ માટે ૪૦,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયાની એક-એક ટિકિટ વેચાઈ

દિલજિત દોસંજ

દિલજિત દોસંજ


દિલજિત દોસંજે હાલમાં જ કૅનેડામાં ઇતિહાસ રચ્યો છે. કૅનેડાના વૅનકુવરમાં ૨૮ એપ્રિલે તેનો કૉન્સર્ટ હતો. આ કૉન્સર્ટમાં ૫૪,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. આ કૉન્સર્ટ BC પ્લેસ સ્ટેડિયમમાં યોજાઈ હતી. તે પહેલો એવો પંજાબી બન્યો છે જેની ઇન્ડિયાની બહાર કોઈ કૉન્સર્ટમાં ૫૪,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી હોય. તેની આ કૉન્સર્ટની તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. ફ્રન્ટ રોની સીટ માટે ૪૦,૦૦૦થી ૬૦,૦૦૦ રૂપિયા સુધીની એક ટિકિટ વેચાઈ હતી. કૉન્સર્ટની તારીખ નજીક આવતાં જતાં એના ભાવ વધતા ગયા હતા. દિલજિતે એ પર્ફોર્મન્સના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા જેમાં સ્ટેજ પર તેની સાથે એક નાનું બાળક ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. 

દિલજિતને કારણે JW મૅરિયટ હોટેલે તેમના ગેસ્ટ પાસે માગી માફી

દિલજિત દોસંજને કારણે JW મૅરિયટ પાર્ક વૅનકુવર હોટેલે તેમના દરેક ગેસ્ટને એક લેટર મોકલી માફી માગી હતી. આ લેટરમાં લખવામાં આવ્યું હતું કે તેમની હોટેલની નજીક દિલજિત દોસંજની કૉન્સર્ટ થઈ રહી છે. જેમણે મજા લેવી હોય તે લઈ શકે છે અને જેમને અવાજથી તકલીફ થાય તેમના માટે નૉઇસ-કૅન્સલેશન ઇઅર-પ્લગ ઇન મોકલ્યા છે. આમ છતાં જો તેમને તકલીફ થાય તો સ્ટાફને ફોન કરી મદદ માગવા માટે કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK