MahaRERA: બિલ્ડરોને ગ્રાહકો પાસેથી વધુ કોઈ માગણી કર્યા વિના તેમને બૂક કરેલા ફ્લૅટનો કબજો આપવાનો આદેશ પણ આપ્યો છે.
પ્રતિકાત્મક તસવીર (મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- અનેક વખત બિલ્ડરો ફ્લૅટનો કબ્જો આપવા માટે મોડુ કરે છે.
- સમયસર ફ્લૅટ નહીં મળતા ઘર ખરીદનાર ગ્રાહકો અનેક મુશ્કેલીમાં મુકાય છે.
- બિલ્ડરો સામે કાર્યવાહી કરતાં મહારેરાએ કોઈપણ માગણી કરવા વિના ગ્રાહકોને ફ્લૅટ આપવાનો આદેશ
અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં સૌથી વધુ લોકો ઘર બૂક કરાવે છે, પણ આવી બિલ્ડિંગોનું બાંધકામ બિલ્ડરે આપેલા સમય બાદ પણ પૂર્ણ નહીં થતાં લોકોને મોટી મુસીબતનો સામનો કરવો પડે છે. જેથી હવે ઘર બૂક કરાવનાર લોકોને સમયસર ફ્લૅટનું પઝેશન નહીં આપતા બિલ્ડરો સામે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (MahaRERA) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મહારેરા દ્વારા 2010માં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડીંગમાં ઘર ખરીદી કર્યા છતાં ગ્રાહકોને તેનો કબજો નહીં આપનાર બિલ્ડરો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. તેમ જ બિલ્ડરોને ગ્રાહકો પાસેથી વધુ કોઈ માગણી કર્યા વિના તેમને બૂક કરેલા ફ્લૅટનો કબજો આપવાનો આદેશ પણ આપ્યો છે.
2010માં એક વ્યક્તિએ રૂ. 4.25 કરોડ ચૂકવીને મિનરવામાં કન્સ્ટ્રક્શન ફર્મ લોખંડવાલા કટારિયા પાસેથી એક ફ્લૅટ, બે પાર્કિંગ લોટ અને બાકીની સુવિધાઓ ખરીદી હતી. 81.2 લાખ રૂપિયા ચુકવ્યા બાદ આ વ્યક્તિને એગ્રીમેન્ટ પેપર્સ આપવામાં આવ્યા હતા. આ એગ્રીમેન્ટ પેપર્સમાં ‘આ ફ્લેટ ખરીદનારે કુલ રૂ. 4,25,55,000ની કિંમતનો ફ્લૅટ ખરીદ્યો (MahaRERA) હતો જે માટે તેમણે બિલ્ડરને રૂ. 3,31,80,000ની રકમ ચૂકવી હતી અને આગળની રકમ ફ્લૅટનો કબજો મળ્યા બાદ ચૂકવવામાં આવશે’, એવું લખવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આ બાબતે ફ્લૅટ ખરીદનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ફ્લૅટ બૂક કર્યા પછી લગભગ ત્રણ વર્ષ વીતી ગયા બાદ ડિસેમ્બર 2017માં તેમને ઈ-મેલ મારફત એક લેટર આપવામાં આવ્યો હતો. પહેલી ફેબ્રુઆરી 2018માં મોકલવામાં આવેલા આ લેટરમાં બિલ્ડરે જણાવ્યું હતું કે તેમણે બૂક કરવેલા ફ્લૅટના કબજાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી હવે તે ડિસેમ્બર 2018માં મળશે.’
ફ્લૅટનું પઝેશન આપવાની અનેક વખત તારીખ આપ્યા બાદ પણ ફ્લૅટનો કબજો નહીં મળતા ખરીદનાર વ્યક્તિએ બિલ્ડરને બાકીના પૈસા પણ ચુકવ્યા નહોતા, જેને લીધે બિલ્ડરે અનેક વખત આ બૂકિંગને રદ કરવાની ધમકી આપી હતી. આ બધી નોટિસથી કંટાળીને 16 ઓગસ્ટ, 2018ના રોજ ગ્રાહકે મહારેરા સામે RERA હેઠળ કબજો અને કબજા આપવામાં મોડુ કરવા માટે તેમણે ચૂકવેળા પૈસા પર વ્યાજ સહિત તેમને ઘરનો કબજો આપવાની માગણી કરતી એક ફરિયાદ દાખલ કરી હતી.
આ દરમિયાન, જાન્યુઆરી 2023માં, બિલ્ડરે કથિત રીતે ઘર બૂકિંગ કરવાની સંમતિની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ઘર ગ્રાહકો પાસેથી પૈસાની માંગણી કરી હતી. બિલ્ડરે તેની જવાબદારીઓ પૂરી નહીં કરવાની સાથે અમુક લોનની રકમ પણ ચૂકવી નહોતી, જેને લીધે બિલ્ડરના પ્રોજેકટ સામે NCLT દ્વારા એનક કાર્યવાહી કરવામાં આવી હતી.
ત્યારબાદ આ મામલે ગ્રાહકે બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે મહારેરાને ફરિયાદનો નિર્ણય કરતી વખતે સંમતિની શરતોને ધ્યાનમાં લેવાનો નિર્દેશ આપ્યા બાદ મહારેરાએ (MahaRERA) ગ્રાહકની ફરિયાદ નોંધી હતી. તેમ જ અગાઉના ગ્રાહકની ફરિયાદ બાદ બિલ્ડર અને ગ્રાહક વચ્ચે સમાધાન કરાવવા નવી સંમતિની શરતો બનાવવામાં આવી હતી, પણ કોઈ કાર્યવાહી નહીં કરવાં આવતા ગ્રાહકે બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જેથી મહારેરાને વર્તમાન ફરિયાદનો સમયબદ્ધ રીતે અને સંમતિની શરતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો નિર્દેશ અદાલતે આપ્યો હતો.
આ મામલે કાર્યવાહી કરતાં મહારેરાને જાણવા મળ્યું હતું કે નવી શરતો બનાવ્યા બાદ બિલ્ડરે સંમતિની શરતો પર હસ્તાક્ષર કરીને માત્ર વળતર આપવા માટે જ નહીં, પણ દર મહિને રૂ. 2.91 લાખના વધારાનું વળતર પણ ગ્રાહકને ચૂકવતો હતો. જેથી બિલ્ડરને ફ્લેટ માટે વધુ ચૂકવણીની માગણી કર્યા વિના, વેચાણ માટે રજિસ્ટર્ડ કરારના અમલ પછી ગ્રાહકને ફ્લૅટનો કબજો સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.

