પરામર્શ કેન્દ્રમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદોને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવે છે. આવો જ એક વિવાદ પતિ-પત્ની વચ્ચે રવિવારે કાઉન્સેલિંગ સેન્ટરમાં થયો હતો, જ્યાં 5 રૂપિયાના કુરકુરેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.
કુરકુરે માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કી હાઇલાઇટ્સ
- પતિ-પત્ની ઔર વો ને બદલે આગ્રામાં જોવા મળ્યો પતિ-પત્ની ઔર કુરકુરેનો કિસ્સો
- શું છે પતિ-પત્નીનાં સંબંધમાં કુરકુરેની ભૂમિકા?
- મને જમવાનું નહીં મળે તો ચાલશે, કુરકુરે તો જોઈએ જ...
આગ્રા પોલીસ લાઇન ખાતે દર રવિવાર અને શનિવારે એક પરામર્શ કેન્દ્ર ઊભું કરવામાં આવે છે. આ પરામર્શ કેન્દ્રમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદોને ઉકેલવાના પ્રયાસો કરવામાં આવે છે. આવો જ એક વિવાદ પતિ-પત્ની વચ્ચે રવિવારે કાઉન્સેલિંગ સેન્ટરમાં થયો હતો, જ્યાં 5 રૂપિયાના કુરકુરેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જાણો આ આખી ઘટના વિશે અતઃથી ઇતિ.
Agra Husband Wife and Kurkure: શહેરના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીના લગ્ન એક વર્ષ પહેલા સદર પોલીસ સ્ટેશન વિસ્તારના એક યુવક સાથે થયા હતા. તેમના પતિ ચાંદીના કારીગર છે. થોડા દિવસો સુધી બંને વચ્ચે સારા સંબંધો રહ્યા હતા. પછી એક દિવસ, પત્નીએ કુરકુરે લાવવાનું કહ્યું, પરંતુ પતિએ ના પાડી. તે જ સમયે, જ્યારે પત્નીએ પોતે કુરકુરે મગાવી લીધા, તો ગુસ્સે ભરાયેલા પતિએ દલીલ કરી. મામલો વધતો ગયો અને મહિલા તેના પતિનું ઘર છોડીને પિયર ચાલી ગઈ. મહિલા છેલ્લા બે મહિનાથી તે પિયરના ઘરમાં રહે છે.
ADVERTISEMENT
લગ્નના 6 મહિના પછી બદલાયા પતિના તેવર
પોલીસ લાઇનમાં બેઠેલા કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું હતું કે શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીના લગ્ન એક વર્ષ પહેલા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયા હતા. પતિ ચાંદી કારીગર છે. પત્નીનું કહેવું છે કે તેને લગ્ન પહેલાંથી કુરકુરે ખૂબ જ ભાવે છે. એવો પણ આરોપ છે કે લગ્ન પછી છ મહિના સુધી પતિએ ખૂબ કાળજી રાખી હતી. ત્યાર બાદ પતિના તેવર બદલાઈ ગયા. (Agra Husband Wife and Kurkure)
નાની નાની વાત પર થવા માંડ્યો ઝગડો
પત્નીનું કહેવું છે કે પતિએ હવે નાની નાની બાબતોમાં રોક-ટોક કરવાનું શરૂ કરી દીધું છે. સાસ પણ દીકરાનો સાથ આપે છે. બે મહિના પહેલા તેણે તેના પતિને પાંચ રૂપિયાની કિંમતનો કુરકુરે લાવવાનું કહ્યું હતું પરંતુ તેણે ના પાડી દીધી હતી. મારપીટ સુદ્ધા કરી લીધી. રવિવારે કાઉન્સેલિંગમાં, પત્નીએ કહ્યું કે જો મને ભોજન મળે કે ન મળે પણ મને કુરકુરે રોજ મળવું જ જોઈએ. પતિએ આ વાત માની લીધી છે. પણ કાઉન્સેલરે આગામી તારીખ પર બન્નેના માતા-પિતાને બોલાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારા સમાચાર (Agra News) સામે આવ્યા હતા. જેમાં ખૂબ જ નજીવી અથવા તો નગણ્ય કહી શકાય એવી બાબતને લઈને પતિ અને પત્ની વચ્ચે ઝગડો થયો હોવાની માહિતી મળી છે.
શું થયું હતું? કેમ દંપતી વચ્ચે થયો ઝગડો?
પ્રાપ્ત અહેવાલો અનુસાર મોમોસ ન પીરસાતા પતિ-પત્ની વચ્ચે ભયંકર ઝઘડો થયો હતો. વળી આ જ વાતને લઈને નારાજ થઈ ગયેલી પત્ની ઘર છોડીને પોતાના માતા-પિતાના ઘરે ચાલી ગઈ હતી.
આ મહિલાને મોમોસ ખૂબ જ ભાવે છે. જ્યારે પત્નીની ઈચ્છા મોમોસ ખાવાની થઈ ત્યારે તેણે તેના પતિને જણાવ્યું હતું પરંતુ પતિ તેની આવી માંગણીઓથી કંટાળી ગયો હતો.
પતિને કહ્યા મુજબ આ વખતે પતિ ઘરે મોમોસ લાવવાનું ભૂલી ગયો તેમાં બંને વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો હતો. આ ઝગડાએ ભયંકર રૂપ ધારણ કર્યું. અને તેટલામાં જ ગુસ્સામાં પત્નીએ ઘરને ત્યજી દીધું હતું. દંપતીનો આ વિવાદ (Agra News) ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર સુધી પહોંચ્યો હતો. અને હવે લોકોના રસનો વિષય બન્યો છે