કાજોલ અને સની લીઓની એક ફંક્શનમાં રેડ કાર્પેટ પર સાથે જોવા મળે છે, એ વખતે બન્ને એકબીજાની સદંતર અવગણના કરતી જોવા મળે
કાજોલનું આ વર્તન જોઈને સોશ્યલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે
કાજોલ પોતાની આગામી ફિલ્મ ‘માઁ’ને લઈને ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મ ૨૭ જૂને રિલીઝ થવાની હોવાને કારણે કાજોલ એનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. આ દરમ્યાન કાજોલનો એક વિડિયો સામે આવ્યો છે. કાજોલ આ વિડિયોમાં સની લીઓની સામે મોં બગાડીને તેની અવગણના કરતી જોવા મળી રહી છે.
હકીકતમાં કાજોલ અને સની લીઓની એક ફંક્શનમાં રેડ કાર્પેટ પર સાથે જોવા મળે છે. એ વખતે બન્ને એકબીજાની સદંતર અવગણના કરતી જોવા મળે છે. અહીં જેવી સની લીઓની રેડ કાર્પેટ પરથી હટે છે કે તરત જ કાજોલ પોઝ આપવા માટે આગળ આવે છે, પણ આ સમયે તેનું વર્તન વિચિત્ર લાગે છે.
ADVERTISEMENT
કાજોલનું આ વર્તન જોઈને સોશ્યલ મીડિયા પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે તો કમેન્ટ કરી છે કે આ તો જયા બચ્ચન બનતી જાય છે. આમ કાજોલ તેના વર્તનને કારણે ટ્રોલ થઈ રહી છે.

