આ ફિલ્મ બ્રિટનમાં પણ કમાણીના રેકૉર્ડ તોડી રહી છે
`ધુરંધર : ધ રિવેન્જ`નો સીન
‘ધુરંધર : ધ રિવેન્જ’ ભારતની સાથે-સાથે અમેરિકન બૉક્સ-ઑફિસ પર પણ જબરદસ્ત કમાણી કરી રહી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે ફિલ્મે મંગળવાર સુધી ૨૬.૮ મિલ્યન ડૉલર (અંદાજે ૨૫૧.૯૦ કરોડ રૂપિયા) જેટલી કમાણી કરી છે. આ ફિલ્મ બ્રિટનમાં પણ કમાણીના રેકૉર્ડ તોડી રહી છે. ફિલ્મે બ્રિટનમાં માત્ર ૬ દિવસમાં ૨૪,૬૦,૫૨૩ પાઉન્ડ (લગભગ ૩૧ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે.
