Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > CSMTની બહાર ધોળે દહાડે પતિએ પત્ની પર કોયતો ઉગામ્યો, લોકોએ પોલીસને જાણ કરી, મામલો થાળે પડ્યો

CSMTની બહાર ધોળે દહાડે પતિએ પત્ની પર કોયતો ઉગામ્યો, લોકોએ પોલીસને જાણ કરી, મામલો થાળે પડ્યો

Published : 29 June, 2026 09:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે જણાવ્યા મુજબ આરોપી અને તેની પત્ની સાઉથ મુંબઈમાં ફરવા આવ્યાં હતાં. એ દરમ્યાન બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી

કોયતો દેખાડતો આરોપી વકાર શેખ અને તેને પકડતી પોલીસ.

કોયતો દેખાડતો આરોપી વકાર શેખ અને તેને પકડતી પોલીસ.


શનિવારે સાંજે ૬.૪૫ વાગ્યે એક માણસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ની બહાર રસ્તામાં એક મહિલાને કોયતાથી ધમકાવતો દેખાતાં લોકોએ આ બાબતની પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તેને પકડ્યો હતો. જોકે પૂછપરછ કરતાં તે માણસ જે મહિલાને ધમકાવતો હતો તેણે તે તેનો પતિ હોવાની માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને મહિલા તથા બીજા લોકોને ધમકાવતા માણસને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી કોયતો છીનવીને તેને તાબામાં લીધો હતો. જોકે પછી મહિલાએ જ પોલીસને તે માણસ તેનો પતિ હોવાનું જણાવ્યું હતું. આરોપીનું નામ વકાર શેખ હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

માતા રમાબાઈ આંબેડકર (MRA) માર્ગ પોલીસને લોકોની ફરિયાદ મળી હતી કે એક માણસ તેની સાથે રહેલી મહિલાને અને ત્યાંથી પસાર થતા લોકોને કોયતો ઉગામીને ધમકાવી રહ્યો છે. પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે કરેલી ઝડપી કાર્યવાહીને કારણે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. 



પોલીસે જણાવ્યા મુજબ આરોપી અને તેની પત્ની સાઉથ મુંબઈમાં ફરવા આવ્યાં હતાં. એ દરમ્યાન બન્ને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી એટલે આરોપી વકાર શેખે કોયતો કાઢીને મહિલાને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેને અટકાવવાનો પ્રયાસ કરનારા લોકોને પણ વકાર શેખે કોયતો દેખાડીને ધમકાવ્યા હતા. વકાર શેખ વિરુદ્ધ આર્મ્સ ઍક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2026 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK