Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવંગત પિતાની સંપત્તિના વિવાદમાં કરિશ્મા કપૂરનાં બાળકોને કોર્ટ તરફથી મળી વચગાળાની રાહત

દિવંગત પિતાની સંપત્તિના વિવાદમાં કરિશ્મા કપૂરનાં બાળકોને કોર્ટ તરફથી મળી વચગાળાની રાહત

Published : 01 May, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને બિઝનેસમૅન સંજય કપૂરના નિધન બાદ તેની અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સંબંધિત કેસમાં દિલ્હી હાઈ કોર્ટે કરિશ્માનાં બન્ને બાળકો સમાયરા કપૂર અને કિઆન રાજ કપૂરને વચગાળાની રાહત આપી છે.

દિવંગત પિતાની સંપત્તિના વિવાદમાં કરિશ્મા કપૂરનાં બાળકોને કોર્ટ તરફથી મળી વચગાળાની રાહત

દિવંગત પિતાની સંપત્તિના વિવાદમાં કરિશ્મા કપૂરનાં બાળકોને કોર્ટ તરફથી મળી વચગાળાની રાહત


કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને બિઝનેસમૅન સંજય કપૂરના નિધન બાદ તેની અંદાજે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સંબંધિત કેસમાં દિલ્હી હાઈ કોર્ટે કરિશ્માનાં બન્ને બાળકો સમાયરા 
કપૂર અને કિઆન રાજ કપૂરને વચગાળાની રાહત આપી છે. કોર્ટે આ સાથે જ સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂરને દિવંગત પતિની સંપત્તિ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવાની મનાઈ કરી છે. જસ્ટિસ જ્યોતિ સિંહે કહ્યું હતું કે સંપત્તિને સુરક્ષિત રાખવી જરૂરી છે અને એને નુકસાન ન થવું જોઈએ.

કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોર્ટની ટ્રાયલમાં સમય લાગી રહ્યો છે ત્યારે સ્વર્ગસ્થ સંજય કપૂરની સંપત્તિ સુરક્ષિત રહેવી જોઈએ. આમ આ મામલે પ્રિયા કપૂરને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે કોર્ટે તેને ભારતીય કંપનીઓની ઇક્વિટી અથવા શૅરહોલ્ડિંગને ગિરવી રાખવા, વેચવા અથવા ટ્રાન્સફર 
કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ કેસની આગળની સુનાવણી આવતા અઠવાડિયે થશે. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK