Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં આજથી ડિજિટલ વસ્તીગણતરીનો પ્રારંભ

મહારાષ્ટ્રમાં આજથી ડિજિટલ વસ્તીગણતરીનો પ્રારંભ

Published : 01 May, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વ-નોંધણી માટેની પ્રોસેસ જાણી લો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તીગણતરીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં પહેલી મેથી સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વ-નોંધણીના તબક્કાનો પ્રારંભ થશે. મહારાષ્ટ્રનાં ચીફ પ્રિન્સિપલ સેન્સસ ઑફિસર નિરુપમા ડાંગેએ આપેલી માહિતી મુજબ ટ્રાન્સપરન્સી લાવવા માટે મોબાઇલ ઍપ અને ઑનલાઇન પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે.

નાગરિકો ૧ મેથી ૧૫ મે દરમ્યાન e.census.gov.in પર જઈને પોતાની વિગતો જાતે ભરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક H લેટરથી શરૂ થતો ૧૧ આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન (ID) નંબર જનરેટ થશે જે સાચવી રાખવો અનિવાર્ય છે. ત્યાર બાદ ૧૬ મેથી ૧૪ જૂન દરમ્યાન વસ્તીગણતરી કરનારા કર્મચારીઓ ઘરે-ઘરે જઈને વિગતની ચકાસણી કરશે જેમાં આ ID-નંબર તેમને આપવો પડશે.



રાજ્યમાં આ કામગીરી માટે અંદાજે ૨.૬૪ લાખ કર્મચારીઓની ફોજ તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ વસ્તીગણતરી હાઉસહોલ્ડ લેવલ પર કરવામાં આવે છે એટલે આ કોઈ કાયદાકીય દસ્તાવેજ નથી. વૉર્ડ મુજબ વસ્તીગણતરીનો ફૉલોઅપ ફેઝ આવતા વર્ષે હાથ ધરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK