નવી ક્લિપમાં દીપિકા પાદુકોણ હાથમાં તલવાર લઈને ઘોડા પર સવાર દેખાઈ રહી છે જે એ વાતનો સંકેત છે કે ફિલ્મમાં ફૅન્ટસી, પિરિયડ ડ્રામા અને સાયન્સ-ફિક્શનનું મિશ્રણ હશે.
દીપિકાની ઍટલી સાથેની ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર
તાજેતરમાં દીપિકા પાદુકોણ અને સંદીપ રેડ્ડી વાંગા વચ્ચેના ‘સ્પિરિટ’ મામલે થયેલા વિવાદે ખૂબ ચર્ચા જગાવી હતી. દીપિકાને પ્રભાસ અભિનીત ‘સ્પિરિટ’માંથી કાઢી નાખવામાં આવી હતી. જોકે હવે દીપિકાના ફૅન્સને આનંદ થાય એવા સમાચાર આવ્યા છે. હવે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે દીપિકા હવે ઍટલીની આગામી ફિલ્મનો ભાગ બનવાની છે.
ઍટલીની ટીમે સત્તાવાર રીતે દીપિકા પાદુકોણની ફિલ્મમાં સામેલ થવાની પુષ્ટિ કરી છે. આ ફિલ્મના પ્રોડક્શન હાઉસ સન પિક્ચર્સે એક વિડિયો રિલીઝ કર્યો છે જેમાં દીપિકા એક ખાસ સૂટમાં ઍટલીના દિગ્દર્શન હેઠળ સ્ટુડિયોમાં શૂટિંગ કરતી જોવા મળે છે. આ વિડિયો સાથે લખ્યું છે કે ‘રાણી વિજય માટે આગળ વધી. દીપિકા પાદુકોણનું સ્વાગત છે.’
ADVERTISEMENT
આ ફિલ્મમાં અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં છે. આ નવી ક્લિપમાં દીપિકા પાદુકોણ હાથમાં તલવાર લઈને ઘોડા પર સવાર દેખાઈ રહી છે જે એ વાતનો સંકેત છે કે ફિલ્મમાં ફૅન્ટસી, પિરિયડ ડ્રામા અને સાયન્સ-ફિક્શનનું મિશ્રણ હશે.
આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ડબલ રોલમાં જોવા મળશે. આજે ટીમે દીપિકા પાદુકોણના લુક અને પ્રોજેક્ટનો મુખ્ય અભિનેત્રીને પરિચય આપ્યો છે. આવનારા દિવસોમાં મૃણાલ ઠાકુર અને જાહ્નવી કપૂર જેવી અભિનેત્રીઓના લુકની પણ સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.

