Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દીપિકાએ મને સામેથી પ્રપોઝ કર્યું હતું, બે વર્ષ પછી મેં જ બ્રેકઅપ કર્યું હતું

દીપિકાએ મને સામેથી પ્રપોઝ કર્યું હતું, બે વર્ષ પછી મેં જ બ્રેકઅપ કર્યું હતું

Published : 06 June, 2025 08:36 AM | Modified : 09 June, 2025 07:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૉડલ-ઍક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે એક ઇન્ટરવ્યુમાં આવો દાવો કર્યો

દીપિકા પાદુકોણ, મુઝમ્મિલ ઇબ્રાહિમ

દીપિકા પાદુકોણ, મુઝમ્મિલ ઇબ્રાહિમ


ફિલ્મ ‘ધોખા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સુપરમૉડલ મુઝમ્મિલ ઇબ્રાહિમે હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુપરરસ્ટાર દીપિકા પાદુકોણ સાથેની રિલેશનશિપનો ખુલાસો કર્યો છે. મુઝમ્મિલ ઇબ્રાહિમે દાવો કર્યો છે કે તેની કરીઅરની શરૂઆતના દિવસોમાં તેણે દીપિકા પાદુકોણ સાથે બે વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું અને દીપિકાએ જ તેને પ્રપોઝ કર્યું હતું. મુઝમ્મિલ કહ્યું કે અમે બન્ને રણવીર સિંહ સાથે દીપિકાનાં લગ્ન સુધી એકમેકના સંપર્કમાં હતાં.


મુઝમ્મિલે આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘હું અને દીપિકા ખૂબ સારાં મિત્રો હતાં અને હજી પણ છીએ. તે ખૂબ સરસ છોકરી છે. અમે અમારા મૉડલિંગના દિવસોમાં બે વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. બૉમ્બેમાં તેની સૌથી પહેલી રિલેશનશિપ મારી સાથે હતી અને મારું પણ એવું જ હતું. દીપિકાએ મને પહેલાં પ્રપોઝ કર્યું હતું. અમે બ્રેકઅપ કર્યું, કારણ કે મેં તેને છોડી દીધી હતી, પરંતુ મને એનો કોઈ અફસોસ નથી. હું કોઈને છોડવાનો ક્યારેય અફસોસ નથી કરતો. એ ઉપરાંત એ સમયે હું સ્ટાર હતો, તે નહોતી. તે મૉડલ હતી, પરંતુ હું તો અભિનેતા બની ગયો હતો. હવે તે સુપરસ્ટાર છે. બધા તેને ઓળખે છે, મને કોઈ નથી ઓળખતું. હું તેનો મોટો ફૅન છું. મને તેનું કામ ખૂબ ગમે છે અને જ્યારે હું તેને જીવનમાં સારું કરતી જોઉં છું ત્યારે મને ઘણી ખુશી થાય છે. મેં તેની સાથે ઘણો સમય વિતાવ્યો છે, હું હંમેશાં તેને ખુશ જોવા માગું છું.’



દીપિકા સાથેના અત્યારના સંબંધો વિશે મુઝમ્મિલે કહ્યું કે ‘દીપિકાએ રણવીર સાથે લગ્ન કર્યા પછી અમે સંપર્કમાં નથી. તેનાં લગ્ન પહેલાં અમે ક્યારેક વાત કરતાં હતાં અને તે હંમેશાં ખૂબ પૉઝિટિવ રહેતી હતી. અમે બ્રેકઅપ પછી તરત મિત્રો નહોતાં બન્યાં, પરંતુ અમે ફરી સંપર્કમાં આવ્યાં અને આજે અમારી વચ્ચે સારી મિત્રતા છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK