આ ફિલ્મમાં તેમની સાથે અર્જુન રામપાલ અને એમી જૅક્સન પણ છે. આ ફિલ્મનું શૂટિંગ નોરાએ થોડા દિવસ પહેલાં જ પૂરું કર્યું છે અને હવે એનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.
વિદ્યુત જામવાલ
વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીની ‘ક્રૅક’નું ટીઝર ગઈ કાલે જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે અર્જુન રામપાલ અને એમી જૅક્સન પણ છે. આ ફિલ્મનું શૂટિંગ નોરાએ થોડા દિવસ પહેલાં જ પૂરું કર્યું છે અને હવે એનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મને વિદ્યુત જામવાલના પ્રોડક્શન હાઉસ ઍક્શન હીરો ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ટીઝર શૅર કરીને પ્રોડક્શન હાઉસે કૅપ્શન આપી હતી કે ‘જીતેગા તો જિએગા. આ એક એવી મુસાફરી છે જેમાં કોઈ બ્રેક નથી. ‘ક્રૅક’નું ટીઝર આઉટ થઈ ગયું છે. ‘ક્રૅક – જીતેગા તો જિએગા’ ૨૦૨૪ની ૨૩ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.’


