Coronavirus Outbreak: ઝોઆ મોરાનીને હૉસ્પિટલમાંથી મળી રજા
ઝોઆ મોરાની
પ્રોડયુસર કરીમ મોરાનીની દીકરી ઝોઆ મોરાનીને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આપી દેવામાં અવી છે. ઝોઆના કોરોનાના સતત બે ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા, એટલે તેને રજા અપાવામાં આવી હતી. ઝોઆએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકીને ઘરે જઈ રહી છે તેની ખુશી વ્યક્ત કરી હતી અને ડૉક્ટરોનો આભાર પણ માન્યો હતો.
ઝોઆએ સર્જીકલ માસ્ક પહેરેલું હોય તેવી તસવીર શેર કરી હતી અને કેપ્શનમા લખ્યું હતું કે, મારા લડવૈયાઓન આવજો કહેવાનો સમય આવી ગયો છે. હું મારી પ્રાર્થનમાં તેમને હંમેશા યાદ રાખીશ. ICUના આઈસોલેશન વોર્ડને પણ ગુડબાય. ઘરે જવાનો સમય થઈ ગયો છે.
ADVERTISEMENT
ઝોઆની બહેન શાઝાને શનિવારે જ નાણાવટી હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. જ્યારે પિતા કરીમ મોરાની હજી પણ નાણાવટી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઝોઆએ વરુણ ધવના સાથે શનિવારે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કર્યું હતું. વરુણ સાથેની વાતચીતમાં ઝોઆએ કહ્યું હતું કે, તેને પહેલાં વિશ્વાસ જ ના થયો કે તેની સાથે આમ બન્યું છે. તે શરૂઆતમાં ડરી ગઈ હતી પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે આની સારવાર શક્ય છે અને આમાં ડરવા જેવું નથી. આ સામાન્ય ફ્લૂ જેવું જ લાગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઝોઆ રાજસ્થાનથી પરત ફરી હતી અને શાઝા શ્રીલંકાથી આવી હતી.