ફેફસાની બીમારીથી પીડાતા શિવકુમારને આર્થિક મદદની વિનંતી કરી સિન્ટાએ
ફેફસાની બીમારીથી પીડાતા શિવકુમારને આર્થિક મદદની વિનંતી કરી સિન્ટાએ
અજય દેવગન સાથે ‘હલ્લાબોલ’માં જોવા મળનાર વરિષ્ઠ કલાકાર શિવકુમાર વર્માની તબિયત ખરાબ હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને આર્થિક મદદની જરૂર છે. સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશને (CINTAA) બૉલીવુડને મદદ માટે આગળ આવવાની વિનંતી કરી છે. શિવકુમાર ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ (COPD)થી પીડાઈ રહ્યા છે. આ એક ફેફસાની બીમારી છે. તેમને ખર્ચ પોસાય એમ નથી. એથી આર્થિક મદદની અપીલ કરતાં CINTAAએ ટ્વિટર પર અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને સોનુ સૂદને ટૅગ કર્યા છે. શિવકુમારનો ફોટો ટ્વિટર પર શૅર કરીને CINTAAએ ટ્વીટ કર્યું હતું કે ‘અર્જન્ટ મદદની જરૂર છે. CINTAAના સદસ્ય શિવકુમાર વર્મા COPDથી પીડાઈ રહ્યા છે. સાથે જ તેમને કોરોના થયો હોવાની પણ શક્યતા છે. તેમને હૉસ્પિટલનો ખર્ચ ઉઠાવવા માટે પૈસાની જરૂર છે. સૌને વિનમ્ર વિનંતી છે કે તમારાથી શક્ય હોય એટલી મદદ કરો.’