Chandu Champion: કબીર ખાનની ફિલ્મ માટે લીધેલી ટ્રેનિંગ વાસ્તવિક જીવનમાં ખુબ કામ લાગી રહી છે અભિનેતા કાર્તિક આર્યનને
`ચંદુ ચેમ્પિયન`માં કાર્તિક આર્યન
સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala) અને કબીર ખાન (Kabir Khan) દ્વારા સહ-નિર્મિત ફિલ્મ `ચંદુ ચેમ્પિયન` (Chandu Champion) આ વર્ષની મોટી ફિલ્મોમાંની એક છે. એમ કહેવું ખોટું નહીં હોય કે, ફિલ્મનો કેનવાસ મોટો છે અને વાર્તા પણ રસપ્રદ છે. આ ફિલ્મ સાથેમાં મુખ્ય અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) સ્ક્રિન પર ક્યારેય ન દેખાયો હોય તેવા અવતારમાં જોવા મળશે. જે જોવું દર્શકો માટે ખૂબ જ મજેદાર રહેશે. સુપરસ્ટાર તેના પાત્રને પરફેક્ટ બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યો અને આ જ બાબત તેના વાસ્તવિક જીવન પર પણ સકારાત્મક અસર કરી રહી છે. ફિલ્મને કારણે કાર્તિક આર્યન ફિટનેસ ફ્રીક બની ગયો છે. એવું લાગે છે કે તે ઑન-સ્ક્રીન અને ઑફ-સ્ક્રીન ધમાકો કરશે!
`ચંદુ ચેમ્પિયન`ના પાત્રને પરફેક્ટ બનાવવાનું કાર્તિક આર્યનનું ડેડિકેશન દરેકને પ્રભાવિત કરી રહ્યું છે. આખી દુનિયામાં આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. તેનું આશ્ચર્યજનક શારીરિક પરિવર્તન હોય, અથવા ભાષા બોલવાની સખત પ્રેક્ટિસ હોય, સુપરસ્ટાર ખરેખર આ ફિલ્મમાં દિલ અને જાન લગાડીને કામ કરી રહ્યો છે.
ADVERTISEMENT
એવું લાગે છે કે, ફિટનેસ ટ્રેનિંગની અસર કાર્તિક આર્યનના વાસ્તવિક જીવનમાં પણ દેખાઈ રહી છે, કારણ કે તે ફિટનેસ ફ્રીક બની ગયો છે. ખરેખર, તે હવે નિયમિત વર્કઆઉટ કરી રહ્યો છે. હવે તે ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. આ ફિલ્મ માટે કાર્તિક આર્યને પોતાની ફિટનેસ પર ખુબ કામ કર્યું છે. આ બાબત દશાર્વે છે કે, કાર્તિક આર્યનનું કામ પ્રત્યેનું સમર્પણ કેટલું ઊંડું છે પરંતુ તે એ પણ દર્શાવે છે કે ફિલ્મ સુપરસ્ટારના જીવન પર શું અસર કરી રહી છે. `ચંદુ ચેમ્પિયન` કાર્તિકના કરિયરની ખરેખર એક ખાસ ફિલ્મ બનવા જઈ રહી છે. નિર્માતાઓ અને કલાકારો તેને રજૂ કરવા માટે જેટલા ઉત્સાહિત છે તેટલા જ દર્શકોમાં પણ અભિનેતાને આ ફિલ્મમાં જોવા માટે ઉત્સાહિત છે.
સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા સહ-નિર્મિત ફિલ્મ `ચંદુ ચેમ્પિયન` ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ સાથે તે વિશ્વભરના દર્શકોના હૃદય પર તેની ઊંડી છાપ છોડવા માટે તૈયાર છે. અહેવાલો જણાવે છે કે, ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ નિર્માતાઓએ આ બાબતે ચુપકીદી સાધી છે.
તમને જણાવી દઈએ કે, ફિલ્મ `ચંદુ ચેમ્પિયન`ની વાર્તા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત હશે. મુરલીકાંત પેટકર એક સુવર્ણ ચંદ્રક વિજેતા છે જેણે વર્ષ ૧૯૭૦ની કોમનવેલ્થ ગેમ્સમાં અને પછી જર્મનીમાં વર્ષ ૧૯૭૨માં યોજાયેલી પેરાલિમ્પિક્સમાં દેશને ગૌરવ અપાવ્યું હતું.

