રહેવાસીને કોરોના પૉઝિટીવ આવતાં મલાઇકા અરોરાનું બિલ્ડિંગ સીલ
મલાઇકા અરોરા
મલાઇકા અરોરા બાન્દ્રાના જે બિલ્ડિંગમાં રહે છે તેની સીલ કરાયું છે કારણકે ત્યાં રહેતી એક વ્યક્તિને Covid-19 પૉઝિટીવ આવ્યો છે. રિપોર્ટ ણુજબ આ અભિનેત્રી પોતાના દીકરા અરહાન અને પાળતુ ડૉગ કેસ્પર સાથે સેલ્ફ ક્વોરેન્ટાઇન કરી રહી છે. સેલિબ્રિટી રહેતી હોય અને તે બિલ્ડિંગ સીલ કરાયું હોય તેવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં વિક્કી કૌશલનું બિલ્ડિંગ પણ ત્યાં રહેતી એક છોકરીને કોરોના હોવાથી સીલ કરાયું હતું. ત્યાર બાદ બૉની કપૂર અને કરણ જોહરનાં સ્ટાફ મેમ્બરનો કોરોના પૉઝિટીવ આવ્યો હતો અને અનિવાર્ય પગલાં લેવાયા હતા.
જે પણ બૉલીવુડ સેલેબ્ઝનાં બિલ્ડીંગ્ઝ કેસને કારણે સીલ કરાયા છે તે તમામે ચૌદ દિવસનાં સેલ્ફ ક્વૉરેન્ટાઇનનું અનુસરણ કર્યું છે. બૉની કપૂરે પણ ક્વૉરેન્ટાઇનનો સમય દીકરીઓ સાથે અનુસર્યો હોવાની વાત શેર કરી હતી. હિંદુસ્તાન ટાઇમ્સમાં આવેલા રિપોર્ટ અનુસાર મલાઇકા અરોરાનું બિલ્ડિંગ આઠમી જૂને જ સીલ કરાયું હતું અને આખા બિલ્ડિંગને સેનિટાઇઝ પણ કરાયું હતું. મલાઇક ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે, જુઓ તેની પોસ્ટ્સ.
ADVERTISEMENT
લૉકડાઉન દરમિયાન મલાઇકા પોતાની જૂની તસવીરો, વર્કઆઉટ અને કુકિંગ ફોટો શેર કરતી રહી છે. ક્યારેક પોતાના ડૉગ સાથેનાં ફોટોઝ પણ તે પોસ્ટ કરતી રહે છે.