અમિતાભ બચ્ચને બધાંને કહ્યું Happy Birthday, જાણો કેમ
અમિતાભ બચ્ચને આઠ મેના દિવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને તમામ લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
અમિતાભ બચ્ચને આઠ મેના દિવે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને તમામ લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું કે આ વિશેષ દિવસ છે અને આમ એક હજાર વર્ષમાં એકવાર થાય છે. અમિતાભ બચ્ચને પોસ્ટ કરીને કહ્યું હતું, તમામને જન્મદિવસની શુભેચ્છા...વિશેષ દિવસ... આવું 1000 વર્ષમાં એકવાર થાય છે. તમારી ઉંમર + તમારા જન્મનું વર્ષ, જવાબમાં દરેક વ્યક્તિને વર્ષ 2020 આવશે. તેમના મતે, જે-તે વ્યક્તિ પોતાની ઉંમર તથા જે વર્ષમાં જન્મ થયો તે વર્ષનો સરવાળો કરે તો જવાબ વર્ષ 2020 આવશે. તેમણે ગણિતનાં નિયમનો ઉપયોગ કરીને આ હળવાશ ભર્યો વીડિયો શેર કર્યો હતો.
ADVERTISEMENT
કોઈ પણ વર્ષમાં આ વાત શક્ય છે
અમિતાભ બચ્ચને જે વાત કરી હતી, આવું માત્ર 1000 વર્ષમાં જ થાય છે એવું નથી. તમારી ઉંમર અને તમારા જન્મ વર્ષનો સરવાળો કરવામાં આવે તો જે વર્ષ ચાલતું હોય તે જ આવે છે. આ તો દર વર્ષની વાત છે.