બૉલીવુડ દિવાઝના વર્સ્ટ ડ્રેસ્ડ ઑફ ધ વીક
બૉલીવુડ દિવાઝના વર્સ્ટ લુક ઑફ ધ વીક
સેલિબ્રિટીઝ હંમેશા પોતાના ડ્રેસેસથી ઈન્સ્પાયર કરતી હોય છે, પણ તેમના ડ્રેસ હંમેશા તેમના પર છાજે એ જરૂરી નથી. આ અઠવાડિયે કંગના રણૌટથી લઈને અનુષ્કા શર્મા, કૃતિ સેનન અને બીજી પણ કેટલીક અભિનેત્રીઓએ પોતાના લુક્સથી નિરાશ કર્યા છે. ક્યાંક તેમના લુક્સ તેમને માત આપતાં દેખાયા તો ક્યાંક તેમના આઉટફિટ્સ તેમના પર સૂટ નહોતાં કરતાં, આવો જોઈએ આખી લિસ્ટ.
કૃતિ સેનન
ADVERTISEMENT
ગ્રીન શિમરી જમ્પસૂટમાં કૃતિ સેનન
કૃતિ સેનને મોનિશા જય સિંહનો આ ગ્રીન શિમરી જમ્પસૂટને સલમાન ખાનના જન્મદિવસ માટે પસંદ કર્યો. પિંક કલરના ફ્લાવર પેચવાળો આ આઉટફિટ કૃતિ પર સહેજ પણ સારો લાગતો નથી. વરુણ રહેજાની બ્રાન્ડ Azotiiqueની કાનની બુટ્ટી પણ આ કપડાં સાથે સારી લાગતી નથી.
કંગના રણૌટ
કંગના Gucciના મેચિંગ ટ્રેક સૂટમાં
આમ તો કંગના રણૌટ કોઈપણ કપડાં પહેરે સુંદર જ દેખાતી હોય છે પણ ક્યારેક કંગના રણૌટનું એક્સપરિમેન્ટ થોડું અજુગતું થઈ જાય છે. હાલમાં જ કંગના Gucciના મેચિંગ ટ્રેક સૂટમાં દેખાઈ હતી જેનું બ્રાંડિન્ગ પ્રિન્ટ સહેજ પણ ગમે તેવું નહોતું. એટલું જ નહીં કંગનાના Gucciના બૅગે પણ તેના આ લુકને ઓવર બ્રાંડિન્ગ બનાવે છે.
સોહા અલી ખાન
વ્હાઈટ પ્લેટેડ સ્ટાઈલ લહેંગો અને ફ્રિઝ કોર્ટ સ્ટાઈલ ટૉપમાં સોહા
અનામિકા ખન્નાનો વ્હાઈટ પ્લેટેડ સ્ટાઈલ લહેંગો અને ફ્રિઝ કોર્ટ સ્ટાઈલ ટૉપમાં સોહા જરા પણ સારી લાગતી નથી. કરીન પરવાનીએ સોહાને સ્ટાઈલ કર્યું અને તેના આ લુકમાં Azotiiqueની કાનની બુટ્ટી અને તેનું મેકઅપ જ સારું લાગે છે.
ઈશા ગુપ્તા
વિંટર લુક કલેક્શનમાંના એક આઉટફિટમાં ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તા પોતાના વિંટર લુક કલેક્શનમાંના એક આઉટફિટમાં જોવા મળી જે તેના પર સહેજે છાજતો નહોતો. ઈશાએ ન્યૂડ કલરના વુલન લુઝ ટૉપ અને બ્લેક જીન્સની સાથે બ્લેક બૂટ્સ કેરી કર્યાં હતા. આ સાથે તેણે લાઈટ કલરનો સ્કાર્ફ પણ લીધો હતો. લૂઝ ટૉપ, બ્લેક જીન્સની સાથે બ્લેક બૂટ.... આ કૉમ્બિનેશન જરા પણ પસંદ આવે તેવું નહોતું.
ડાયના પેંટી
મલ્ટી કલર્ડ સ્ટ્રિપ્સની મિની ડ્રેસમાં ડાયના
ડાયના પેંટીએ પણ વિંટર લુકમાં થોડો એક્સપરિમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો. મલ્ટી કલર્ડ સ્ટ્રિપ્સની મિની ડ્રેસમાં ડાયના કંઈ ખાસ દેખાતી નથી. તે પોતાની હેર સ્ટાઈલમાં પણ કંઈક નવું કરી શકતી હતી. ડાયનાની વ્હાઈટ હિલ્સ પણ તેના આઉટફિટ સાથે મેળ ખાતી નથી.
કરિશ્મા તન્ના
પ્રિંટેડ લહેંગામાં કરિશ્મા તન્ના
કરિશ્મા તન્ના આ અઠવાડિયે ભૂમિકા શર્માના આ પ્રિંટેડ લહેંગામાં જોવા મળી. મેચિંગ બ્લાઉઝ અને તેના પર પ્રિન્ટેડ જેકેટે આ લુકને ઓવર પ્રિન્ટેડ બનાવી દીધી. સંગીતા બૂચરાની જ્વેલરી પણ આ લહેંગા સાથે મેચ થતી નથી.
આ પણ વાંચો : સ્ટેજ સિવાય આવો હોય છે ગીતા રબારીનો અંદાજ, જુઓ ફોટોઝ
અનુષ્કા શર્મા
Marchesaની બ્લેક ડ્રેસમાં અનુષ્કા શર્મા
આ અઠવાડિયે અનુષ્કા શર્મા Marchesaની બ્લેક ડ્રેસમાં જોવા મળી. નેટના ઓવર ફ્રિલ્ડ આ ડ્રેસ પર વ્હાઈટ ફ્લાવર પેચ સારા લાગતાં નથી. તેની સાથે અનુષ્કાએ પોતાના વાળને પણ સ્લીક લુક આપ્યો છે જે સારો લાગતો નથી. જો કે, તેનો મેકએપ અને જ્વેલરી ઘણી સારી છે.