ધર્મેન્દ્ર, સની દેઓલ અને ખુદ બૉબીના પરિવારમાંથી આવતો હોવાથી આર્યમાન દેઓલ પાસેથી સ્વાભાવિક રીતે ઘણી અપેક્ષાઓ છે
બૉબી દેઓલના મોટા દીકરા આર્યમનની ૨૪મી વર્ષગાંઠ હતી અને આ ખાસ દિવસે બૉબીએ પોતાના દીકરા સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી
હાલમાં બૉબી દેઓલના મોટા દીકરા આર્યમનની ૨૪મી વર્ષગાંઠ હતી અને આ ખાસ દિવસે બૉબીએ પોતાના દીકરા સાથેની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. બૉબીના દીકરાના હૅન્ડસમ લુકે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે માહિતી મળી છે કે આર્યમાન હવે બૉલીવુડમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે.
ધર્મેન્દ્ર, સની દેઓલ અને ખુદ બૉબીના પરિવારમાંથી આવતો હોવાથી આર્યમાન દેઓલ પાસેથી સ્વાભાવિક રીતે ઘણી અપેક્ષાઓ છે. જોકે બૉબીએ હંમેશાં એ વાત પર ભાર આપ્યો છે કે તેમના પુત્રોએ ફક્ત પરિવાર પર આધાર રાખવાને બદલે માત્ર સમર્પણ અને સખત મહેનતથી પોતાનું સ્થાન બનાવવું પડશે. એક વાતચીતમાં બૉબીએ ખુલાસો કર્યો કે તેનો પુત્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માગે છે, પરંતુ હું નથી ઇચ્છતો કે તે ઉતાવળ કરે. બૉબીનું માનવું છે કે આર્યમાને શોબિઝમાં સફળ થવા માટે જરૂરી કૌશલ્યો, શિસ્ત અને ફ્લેક્સિબિલિટી પહેલાં વિકસાવવી જોઈએ.


