‘ઍનિમલ’ જોયા બાદ બૉબી દેઓલને તેની મમ્મીએ આવી સલાહ આપી
બોબી દેઓલ
બૉબી દેઓલની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍનિમલ’ ખૂબ ધમાલ મચાવી રહી છે અને એમાં પણ બૉબીના પર્ફોર્મન્સની પણ લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. જોકે બૉબીની મમ્મી પ્રકાશ કૌરને તેનો રોલ પસંદ નથી પડ્યો. ફિલ્મમાં બૉબી વિલનના રોલમાં છવાઈ ગયો છે. ફિલ્મ જોયા બાદ તેની મમ્મીએ શું જણાવ્યું એ વિશે બૉબીએ કહ્યું કે ‘મારી મમ્મી ફિલ્મમાં મારા ડેથ સીનને જોઈ નથી શકી. તેણે કહ્યું કે ‘ઐસી ફિલ્મ મત કિયા કર તૂ, મુઝસે નહીં દેખા જાતા.’ ત્યારે મેં તેમને કહ્યું કે જુઓ, હું તો તમારી સામે જ ઊભો છું. મેં તો માત્ર એક રોલ કર્યો છે. જોકે તે ખુશ પણ છે. તેમને તેમના ફ્રેન્ડ્સ સતત કૉલ કરે છે અને મને મળવા માગે છે. આવું જ કાંઈક ‘આશ્રમ’ રિલીઝ થઈ ત્યારે પણ બન્યું હતું.’
ADVERTISEMENT