‘ઍનિમલ’ ફિલ્મમાં બૉબી દેઓલની એન્ટ્રી સમયે વાગતું આ ગીત ‘જમાલ કુડુ’ અત્યારે સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે
‘ઍનિમલ’માં બૉબી દેઓલ
રણબીર કપૂર (Ranbir Kapoor) અને રશ્મિકા મંદાના (Rashmika Mandana) સ્ટારર એક્શન-થ્રિલર ફિલ્મ ‘ઍનિમલ’ (Animal) અત્યારે ચર્ચામાં છે. બૉબી દેઓલ (Bobby Deol), અનિલ કપૂર (Anil Kapoor) અને તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અભિનિત સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga)ની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને આ ફિલ્મનું કલેક્શન 300 કરોડ રુપિયાને પાર થઈ ગયું છે. આ ફિલ્મના ગીતો પણ જોરદાર હિટ થઈ રહ્યા છે. એક તરફ લોકો આ ફિલ્મમાં રણબીર કપૂરના પાત્રને ખૂબ પસંદ કરી રહ્યા છે. બીજી તરફ, બોબી દેઓલની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે અને તેના મૂંગા પાત્રને લોકોનું દિલ જીતી લીધું છે. આ દરમિયાન જો કોઈ બબાતે સૌથી વધુ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હોય તો તે છે, ફિલ્મમાં બૉબી દેઓલની એન્ટ્રીનું ગીત ‘જમાલ કુડુ’ (Jamal Kudu). સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ ગીતનો અર્થ શું છે તમને ખબર છે?
અભિનેતા બૉબી દેઓલે ‘ઍનિમલ’ ફિલ્મમાં અબરારનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મમાં જ્યારે બૉબી દેઓલની એન્ટ્રી થાય છે ત્યારે થિયેટરમાં ખરેખર સિક્કા ઉછળે છે. જ્યારે ‘ઍનિમલ’ ફિલ્મમાં બૉબી દેઓલનો ફર્સ્ટ લુક આવે છે તે સમયે એક ગીત વાગે છે જે હાલમાં સોશ્યલ મીડિયા (Social Media)થી લઈને દરેક જગ્યાએ ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે લોકો હજુ સુધી આ ગીતનો અર્થ સમજી શક્યા નથી, પરંતુ તેઓ સૂર સાંભળીને જ નાચી રહ્યાં છે. ભલે ગીતના બોલ ન સમજાય પણ ગીત ખરેખર લોકોને મજા કરાવી રહ્યું છે. જો તમે પણ જાણવા માંગતા હોવ કે, બૉબી દેઓલના એન્ટ્રી ગીત ‘જમાલ કુડુ’નો અર્થ શું થાય તો તમારે આ આર્ટિકલ વાંચવો જ રહ્યો.
ADVERTISEMENT
‘જમાલ કુડુ’ ગીત હિન્દી, પંજાબી, મરાઠી કે બંગાળી ગીતોમાંથી લેવામાં આવ્યું નથી. પરંતુ આ ગીત ઈરાનના ખતરેહ ગ્રુપે કમ્પોઝ કર્યું હતું. હવે આ ગીતને ફિલ્મમાં રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ પરંપરાગત ઈરાની ગીત છે. જેને જમાલ જમાલુ કહેવામાં આવે છે અને જો તમે તેને હિન્દીમાં બદલો છો તો તેનો અર્થ થાય છે કે `ઓહ માય ડાર્લિંગ, મારા દિલ સાથે ન રમો, તમે જતા રહ્યા છો અને હું પાગલ થઈ રહ્યો છું.`
ગીતની પ્રથમ 2 લાઈનમાં યુવતી તેના પ્રેમીને તેને છોડવાની ના પાડી રહી છે. Vay Siyah Zangi Delamo Nakon Khun Vay To Rafti Safar Shodam Cho Majnun… પહેલી બે લીટીનો અર્થ છે કાળી આંખોવાળી, મારું દિલ તોડો નહીં. તમે મને છોડી દીધો અને હું મજનુ જેવો પ્રવાસી અને બંજારા બની ગયો. Hala Jamal Jamalo Jamalo Jamalo Kudu Jamal Jamal Jamalo Jamalo Jamalo Kudu તેનો અર્થ છે સુંદરતાને ચમકવા દો… ફક્ત તેને ચમકવા દો. અહીં જમાલો શબ્દનો અર્થ થાય છે ચમક.
તમને જણાવી દઈએ કે, ગીતની લોકપ્રિયતાએ નિર્માતાઓને ફિલ્મની રજૂઆતના થોડા દિવસોમાં આખું ગીત સોશ્યલ મીડિયા પર રિલીઝ કરવાની ફરજ પાડી છે. ફિલ્મ ‘ઍનિમલ’ પહેલી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કે પ્રોડક્શન બેનર ટી-સિરીઝે ફિલ્મ રિલીઝના થોડાક જ દિવસમાં પાછળ જ એટલે છ ડિસેમ્બરે યુટ્યુબ પર ગીત રિલીઝ કર્યું હતું. અત્યાર સુધીમાં, આ ગીતને વીડિયો-શેરિંગ પ્લેટફોર્મ પર બે કરોડથી પણ વધુ વ્યૂઝ મળ્યાં છે.

