Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉબી દેઓલનો પચીસ વર્ષનો દીકરો આર્યમન હીરો બનવા માટે તલપાપડ

બૉબી દેઓલનો પચીસ વર્ષનો દીકરો આર્યમન હીરો બનવા માટે તલપાપડ

Published : 18 June, 2026 09:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડા દિવસો પહેલાં બૉબી દેઓલે પણ ખુલાસો કર્યો હતો કે તેના બન્ને દીકરાઓ આર્યમન અને ધરમ પણ હીરો બનવા ઇચ્છે છે

બૉબી દેઓલ દીકરા આર્યમાન સાથે

બૉબી દેઓલ દીકરા આર્યમાન સાથે


બૉલીવુડમાં દેઓલ પરિવારનું નામ દાયકાઓથી ચર્ચામાં છે. પહેલાં ધર્મેન્દ્રએ ફિલ્મી દુનિયામાં પોતાની મજબૂત ઓળખ બનાવી અને ત્યાર બાદ તેના દીકરાઓ સની અને બૉબીએ દેઓલ પરિવારની પરંપરાને આગળ વધારી. સની દેઓલના બન્ને દીકરાઓ કરણ અને રાજવીર પહેલેથી જ અભિનય ક્ષેત્રે ડેબ્યુ કરી ચૂક્યા છે. થોડા દિવસો પહેલાં બૉબી દેઓલે પણ ખુલાસો કર્યો હતો કે તેના બન્ને દીકરાઓ આર્યમન અને ધરમ પણ હીરો બનવા ઇચ્છે છે. હાલમાં મંગળવારે બૉબીના દીકરા આર્યમનની પચીસમી વર્ષગાંઠ હતી અને દિવસે બૉબીએ તેની સાથેની એક તસવીર શૅર કરી હતી જેમાં બન્ને સાથે પોઝ આપતા જોવા મળે છે. આ તસવીરમાં આર્યમન એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ક્લીન-શેવ લુકમાં દેખાતો આર્યમન આ ફોટોમાં લાંબા વાળ અને હલકી દાઢી સાથે જોવા મળ્યો હતો. આર્યમનનો આ નવો લુક જોઈને બૉબીના ફૅન્સને ખાતરી થઈ ગઈ છે કે તે હવે ફિલ્મોમાં કામ કરવા માટે તલપાપડ છે.

હાલમાં બૉબીએ પોતાની લાગણી જણાવતાં કહ્યું હતું કે તે ઇચ્છતો હતો કે મોટો દીકરો આર્યમન અમેરિકામાં રહીને ફાઇનૅન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવે, પણ ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાંથી ઑનર્સની ડિગ્રી મેળવ્યા બાદ પણ આર્યમને ઍક્ટિંગમાં જ કરીઅર બનાવવાનું પસંદ કર્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 09:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK