Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Adipurushમાં રાવણના ખોટા ચિત્રણ માટે નિર્દેશક પર ભડકી BJP, સૈફના લૂક સામે વાંધો

Adipurushમાં રાવણના ખોટા ચિત્રણ માટે નિર્દેશક પર ભડકી BJP, સૈફના લૂક સામે વાંધો

04 October, 2022 03:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પ્રભાસ (Prabhas), સૈફ અલી ખાન (Saif Ali Khan)અને કૃતિ સેનન (Kriti Sanon)અભિનીત ફિલ્મ `આદિપુરુષ`નું પહેલું ટીઝર રવિવારે જાહેર થયા પછી જે રીતે વિભિન્ન વર્ગોમાંથી નકારાત્મક પ્રતિક્રિયાઓ સામે આવી છે તેથી ફિલ્મની સફળતા પર શંકા ઊભી થઈ છે.

આદિપુરુષ (તસવીર સૌજન્ય મિડ-ડે)

આદિપુરુષ (તસવીર સૌજન્ય મિડ-ડે)


અભિનેત્રી અને ભાજપ પ્રવક્તા માલવિકા અવિનાશે (Actress and BJP Speaker Malvika Avinash) રામાયણ વિશે ખોટું ચિત્રણ (Wrong Portrait) અને આગામી ફિલ્મ `આદિપુરુષ`ના (Upcoming film Adipurush Teaser) ટીઝરમાં રાવણના વાંધાજનક ચિત્રણ માટે ફિલ્મ નિર્માતા ઓમ રાઉતની (Criticism of Om Raut) ટીકા કરી છે. રાઉતે આ ફિલ્મ રામાયણની સ્ટોરીને (Story of Ramayan) સિલ્વર સ્ક્રીન(Silver Screen) પર નવી રીતે લાવવાના ઉદ્દેશ્ય સાથે બનાવી હતી, પણ પ્રભાસ (Prabhas), સૈફ અલી ખાન (Saif Ali Khan)અને કૃતિ સેનન (Kriti Sanon)અભિનીત ફિલ્મ `આદિપુરુષ`નું પહેલું ટીઝર રવિવારે જાહેર થયા પછી જે રીતે વિભિન્ન વર્ગોમાંથી નકારાત્મક પ્રતિક્રિયાઓ સામે આવી છે તેથી ફિલ્મની સફળતા પર શંકા ઊભી થઈ છે.

વેશભૂષાને કારણે અનેક લોકો થયા નિરાશ
ફિલ્મના ખરાબ વીએફએક્સ અને સૈફના રાવણ સહિત વિભિન્ન પાત્રોના અવાસ્તવિક લૂક અને વેશભૂષા થકી લોકોને ઘણી હદે નિરાશા થઈ છે. સૈફને નાના વાળ, લાંબી દાઢી અને કાજળ કરેલી આંખોમાં જોઈને, અનેક નેટિઝન્સે ફિલ્મમાં અભિનેતા લૂકની તુલના રાવણને બદલે અલાઉદ્દીન ખિલીજ સાથે કરી છે. આ સંબંધે ભાજપ પ્રવક્તા માલવિકાએ રાવણના ચિત્રણ સાથે પોતાની ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે હું આ તથ્યથી દુઃખી છું કે નિર્દેશને વાલ્મીકિ રામાયણ, કમ્બન રામાયણ કે તુલસીદાસની રામચરિત માનસના વર્ણન પર કોઈ ધ્યાન આપ્યું જ નથી.



ખોટી રજૂઆત સામે ઉઠાવ્યો વાંધો
માલવિકાએ કહ્યું કે રામાયણ તો તે છે જે આપણે ક્યારેક હતા. આ કથા આ રાષ્ટ્ર, આની સભ્યતા અને આના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. આથી કોઈપણ આને સામાન્ય રીતે ન લઈ શકે પછી તે કોઈ ફિલ્મનો નિર્દેશક જ કેમ ન હોય. હું એ વાત પર નારાજ છું અને આ ગેર રજૂઆતથી દુઃખી છું. આ પહેલા ભાજપ પ્રવક્તાએ સોમવારે એક ટ્વીટ પોસ્ટ શૅર કરી જેમાં `આદિપુરુષ`ના રાવણને બતાવવામાં આવ્યું છે. તેમણે ટીકા કરતા લખ્યું કે લંકાના શિવ-ભક્ત બ્રાહ્મણ રાવણ 64 કળાઓમાં પારંગત હતા. પણ ટીઝરમાં જે પ્રકારનો રાવણ બતાવવામાં આવ્યો છે તે એક ટર્કીનો અત્યાચારી હોઈ શકે છે રાવણ નહીં. ખોટી રજૂઆત બંધ કરો.


આ પણ વાંચો : Adipurush: ફિલ્મનું ટીઝર જોઈને ગુસ્સે થયા લોકો, છેડાયો વિવાદ

ભાજપ નેતાએ કહ્યું કે બૉલિવૂડને અમારા પૌરાણિક પાત્રોનું આ રીતે ખોટું ચિત્રણ બંધ કરવું જોઈએ. ટીઝરમાં રાવણના પુષ્પક વિમાનનું ચિત્રણ પણ ખૂબ જ ખરાબ રીતે કરવામાં આવ્યું છે. ઇન્ટરનેટ મીડિયામાં આની પણ આકરી ટીકા કરવામાં આવી છે. રાવણ બન્યા સૈફને જે વિમાનમાં ઉડતો બતાવવામાં આવ્યો છે તે બિભત્સ ચામાચીડિયા જેવું દેખાય છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK