Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Adipurush: ફિલ્મનું ટીઝર જોઈને ગુસ્સે થયા લોકો, છેડાયો વિવાદ

Adipurush: ફિલ્મનું ટીઝર જોઈને ગુસ્સે થયા લોકો, છેડાયો વિવાદ

03 October, 2022 06:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત `આદિપુરુષ`ની વાર્તા પૌરાણિક કથા `રામાયણ` પર આધારિત છે

આદિપુરુષ ટીઝરમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ

આદિપુરુષ ટીઝરમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રેબ


પ્રભાસ, સૈફ અલી ખાન અને કૃતિ સેનનની ફિલ્મ `આદિપુરુષ`નું ટીઝર ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થતાં જ દર્શકો નિરાશ થઈ ગયા છે. લોકોને ન તો પ્રભાસનો લુક પસંદ આવ્યો છે અને ન તો ફિલ્મના VFX. ટીઝર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર નિરાશાજનક ટ્રેન્ડ થવા લાગ્યો છે. ફિલ્મના ટીઝરને લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. જો કે, અન્ય કીવર્ડ જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે તે છે `રાવણ`. સૈફ અલી ખાને ફિલ્મ `આદિપુરુષ`માં રાવણનો રોલ કર્યો છે.

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત `આદિપુરુષ`ની વાર્તા પૌરાણિક કથા `રામાયણ` પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. ટીઝર રિલીઝ થતાં જ દર્શકોએ સૈફ અલી ખાનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર રાવણ શબ્દ ટ્રેન્ડ થવા લાગ્યો છે. લોકોનું કહેવું છે કે રાવણ શિવના ભક્ત તરીકે જોવામાં આવે છે જ્યારે સૈફનો દેખાવ મુઘલોના ભયાવહ શાસક જેવો દેખાય છે.



ફિલ્મના ટીઝરના એક દ્રશ્યમાં સૈફ અલી ખાન એક વિશાળ શૈતાની પક્ષી પર સવારી કરતો બતાવવામાં આવ્યો છે. આ અંગે ચાહકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું, “રાવણનું વાહન પુષ્પક હતું રાક્ષસ નહીં અને રાવણ એક મહાન ધાર્મિક વ્યક્તિ છે, રાક્ષસ નથી.”


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2022 06:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK