Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે ૮૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે : ભૂમિ પેડણેકર

એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે ૮૦ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે : ભૂમિ પેડણેકર

08 December, 2023 06:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખા ખર્ચનો હિસાબ ગણાવતાં ભૂમિએ કહ્યું કે ‘સ્ટાઇલિંગ ખૂબ અગત્યનું છે અને એ અતિશય મોંઘું પણ છે.

ભૂમિ પેડનેકર

ભૂમિ પેડનેકર


ભૂમિ પેડણેકરને લાગે છે કે એક ઇવેન્ટમાં હાજરી આપવી હોય તો અંદાજે ૮૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. તેનું કહેવું છે કે સ્ટાઇલિંગ ખૂબ મોંઘું પડે છે. આખા ખર્ચનો હિસાબ ગણાવતાં ભૂમિએ કહ્યું કે ‘સ્ટાઇલિંગ ખૂબ અગત્યનું છે અને એ અતિશય મોંઘું પણ છે. એ આખા ખર્ચ પર નજર નાખીએ તો ૧૫થી ૨૦ હજાર રૂપિયા સ્ટાઇલિંગનો, કારનું ભાડું ૧૫થી ૨૦ હજાર રૂપિયા, હેર અને મેકઅપ ૨૦ હજાર રૂપિયા. રેગ્યુલર હાજરી આપતી વ્યક્તિ માટે તો આ ખર્ચ ૭૫થી ૮૦ હજાર રૂપિયા સુધી પહોંચી જાય છે. હું મારી મમ્મી પાસે દોડીને કેમ કહી શકું કે તું આ કર કે પછી તું પેલું કરી આપ? એ વખતે પણ હું નાસભાગ કરતી હતી અને આજે પણ અલગ-અલગ વસ્તુઓ માટે નાસભાગ કરું છું. મને એ વાતની ચિંતા નથી કે મારી કાર ચાર વર્ષ જૂની છે. કદાચ હું હજી એનો થોડાં વર્ષો સુધી ઉપયોગ કરીશ. આટલાં વર્ષમાં હું એક ઍક્ટર તરીકે પોતાની જાતને ઓળખી ગઈ છું. મને મારું કામ પસંદ છે. એને હું એન્જૉય કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2023 06:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK