આ તસવીરોમાં સલમાન આર્મીના યુનિફૉર્મમાં ફૌજીઓની વચ્ચે જોવા મળી રહ્યો છે
લોકેશન પરથી સલમાનની અનેક તસવીરો વાઇરલ થઈ રહી છે
હાલમાં સલમાન ખાન તેની આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ના શૂટિંગ માટે લદ્દાખ પહોંચી ગયો છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે લોકેશન પરથી સલમાનની અનેક તસવીરો વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં સલમાન આર્મીના યુનિફૉર્મમાં ફૌજીઓની વચ્ચે જોવા મળી રહ્યો છે. જોકે એક ચર્ચા પ્રમાણે આ બધા ફૌજીઓ હકીકતમાં ‘બૅટલ ઑફ ગલવાન’ના ક્રૂ-મેમ્બર્સ છે. આ તસવીરમાં સલમાનનો લુક પણ સાવ અલગ જોવા મળે છે.
‘બૅટલ ઑફ ગલવાન’ ૨૦૨૦ના ગલવાન વૅલીમાં ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષ પર આધારિત વૉર ડ્રામા છે. ફિલ્મમાં સલમાન મહાવીર ચક્ર વિજેતા દિવંગત કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મની ક્લાઇમૅક્સ સીક્વન્સ લદ્દાખમાં બે-ત્રણ અઠવાડિયાંમાં શૂટ થઈ જશે.


