બૅટલ ઑફ ગલવાનના ક્લાઇમૅક્સના શૂટિંગની આ લુકવાળી તસવીર શૅર કરી સલમાન ખાને
સલમાન ખાન
સલમાન ખાને લદ્દાખના લેહ ખાતે આગામી ફિલ્મ ‘બૅટલ ઑફ ગલવાન’ના ક્લાઇમૅક્સ સીનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાલમાં સલમાને સોશ્યલ મીડિયામાં આ ક્લામૅક્સના શૂટિંગ દરમ્યાનનો એક શૉટ શૅર કર્યો છે જેમાં તે આર્મીના યુનિફૉર્મમાં જોવા મળે છે. આ દૃશ્યમાં સલમાનનો મૂછવાળો લુક જોવા મળે છે અને ચહેરા પરના ઘામાં જામી ગયેલું લોહી ધ્યાન ખેંચે છે. ફિલ્મની ટીમે આગામી બે-ત્રણ અઠવાડિયાંમાં ક્લાઇમૅક્સ સીનનું શૂટિંગ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે.
‘બૅટલ ઑફ ગલવાન’નું ડિરેક્શન અપૂર્વ લાખિયા કરી રહ્યો છે અને એ ફિલ્મ ૨૦૨૦માં ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર આધારિત છે. સલમાન આ ફિલ્મમાં અથડામણ દરમ્યાન નેતૃત્વ લેનાર મહાવીર ચક્ર વિજેતા દિવંગત કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યો છે.


