Box Office Collection:બદલા, કેપ્ટન માર્વેલની એક સપ્તાહની આટલી છે કમાણી
ત્રણેય ફિલ્મોની કમાણી છે યથાવત્
નવી ફિલ્મ રિલીઝ થવા બાદ પણ બોક્સ ઓફિસ પર લુકા છુપી, કેપ્ટન માર્વેલ અને બદલાનો જાદુ યથાવત્ છે. ત્રણેય ફિલ્મો એ જ ગતિથી કમાણી કરી રહી છે. કાર્તિક આર્યન અને કૃતિ સેનની લુકા છુપી લોકોને ગમી રહી છે, તો તાપસી પન્નુ અને અમિતાભ બચ્ચનની બદલા પણ બોક્સ ઓફિસ પર લોકોને પસંદ આવી રહી છે. લુકા છુપીએ ત્રીજા અઠવાડિયાના શુક્રવારે પણ 1.62 કરોડ રૂપિયા સાથે કુલ 76.86 કરોડની કમાણી કરી ચૂકી છે. આ મહિનાના છેલ્લા સપ્તાહમાં અક્ષય કુમારની 'કેસરી' રિલીઝ થઈ રહી છે, એ પહેલા જ લુકા છુપી 100 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે.
બીજા અઠવાડિયે બદલાની પણ આટલી કમાણી
ADVERTISEMENT
વિમેન્સ ડે પર રિલીઝ થયેલી બદલા પણ તાબડતોડ કમાણી કરી રહી છે. પહેલા દિવસે ભલે ફિલ્મે ઓછી કમાણી કરી હોય, પરંતુ બીજા શુક્રવારે ફિલ્મ 3.74 કરોડ રૂપિયા સાથે કુલ 49. 26 કરોડ રૂપિયા એક્ઠા કરી ચૂકી છે. આઠમા દિવસે ફિલ્મે સારી કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના રિપોર્ટ પ્રમાણે ફિલ્મ બીજા અઠવાડિયે 50 કરોડના આંકડાને પાર કરી શકે છે. તો કેપ્ટન માર્વેલ પણ આ રેસમાં આગળ છે.
આ પણ વાંચોઃ કેપ્ટન માર્વલે બોલીવુડને આપ્યો ધોબીપછાડ
કેપ્ટન માર્વેલની કેટલી કમાણી
બોલીવુડની આ બંને ફિલ્મોને હોલીવુડની કેપ્ટન માર્વેલ ટક્કર આપી રહી છે. 'કેપ્ટન માર્વેલ' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ પહેલા અઠવાડિયે જ 50 કરોડ રૂપિયા ઉસેટી ચૂકી છે. રિલીઝ ડે પર ફિલ્મ 13.01 કરોડ રૂપિયા, શનિવારે 14.10 કરોડ રૂપિયા, રવિવારે 13.60 કરોડ રૂપિયા, સોમવારે 4.87 કરોડ રૂપિયા, મંગળવારે 4.13 કરોડ, બુધવારે 3.55 કરોડ, ગુરુવારે 3.15 કરોડ એમ કુલ 67.14 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે.